Gurudevshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 208

 

[ ૩ ]
नमः श्रीसद्गुरुदेवाय।
પ્રકાશકીય નિવેદન
(પહેલી આવૃત્તિ પ્રસંગે)

‘ગુરુદેવશ્રીનાં વચનામૃત’ નામનું આ લઘુ સંકલન અધ્યાત્મ- યુગસ્રષ્ટા, વીર-કુંદ-અમૃતપ્રણીત શુદ્ધાત્મમાર્ગપ્રકાશક, સ્વાનુભવ- વિભૂષિત, પરમોપકારી પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં, શ્રી સમયસાર વગેરે અનેક દિગંબર જૈન શાસ્ત્રો પર આપેલાં અધ્યાત્મરસ-ભરપૂર પ્રવચનોમાંથી, પૂજ્ય ગુરુદેવશ્રીની પવિત્ર સાધનાભૂમિ સુવર્ણપુરી મધ્યે ‘પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી સ્મારક-યોજના’ અંતર્ગત નવનિર્મિત ‘શ્રી દિગંબર જૈન પંચમેરુ- નંદીશ્વર-જિનાલય * ગુરુદેવશ્રી કાનજીસ્વામી વચનામૃતભવન * બહેનશ્રી ચંપાબેન વચનામૃતભવન’એ ત્રિપટા અભિધાનયુક્ત અતિ ભવ્ય જિનમંદિરની દિવાલોના આરસશિલાપટ પર ઉત્કીર્ણ કરાવવા માટે ચૂંટેલા ૨૮૭ બોલનો સંગ્રહ છે.

ભારતવર્ષની ધન્ય ધરા પર વિક્રમની વીસમી-એકવીસમી શતાબ્દીમાં સમયસારના મહિમાનો જે આ અદ્ભુત ઉદય થયો છે તે, ખરેખર અધ્યાત્મયુગપ્રવર્તક પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો કોઈ અસાધારણ પરમ પ્રતાપ છે.

સમયસાર એટલે દ્રવ્યકર્મ, ભાવકર્મ ને નોકર્મ રહિત ત્રિકાળી શુદ્ધ આત્મા. શુદ્ધ આત્માના સ્વરૂપનું સુંદર ને સચોટ પ્રતિપાદન