[ ૧૫ ]
મીઠો મહેરામણ આંગણિયે કહાન મહારાજ,
પુણ્યોદયનાં મીઠાં ફળ ફળિયાં આજ. મેરા૦ ૧.
અમૃતભર્યાં જ્યાં ઉર છે, નયને વિજયનાં નૂર છે,
જ્ઞાનામૃતે ભરપૂર છે, બ્રહ્મચારી એ ભડવીર છે;
યુક્તિ-ન્યાયમાં શૂરા છો યોગીરાજ,
નિશ્ચય-વ્યવહારના સાચા છો જાણનહાર. મેરા૦ ૨.
દેહે મઢેલા દેવ છો, ચરિતે સુવર્ણવિશુદ્ધ છો,
ધર્મે ધુરંધર સંત છો, શૌર્યે સિંહણ-પીધ-દૂધ છો;
મુક્તિ વરવાને ચાલ્યા છો યોગિરાજ,
સનાતન ધર્મના સાચા છો ૠષિરાજ. મેરા૦ ૩.
સૂત્રો બતાવ્યાં શાસ્ત્રમાં, ઉકેલવાં મુશ્કેલ છે,
અક્ષર તણો સંગ્રહ ઘણો, પણ જ્ઞાન પેલે પાર છે;
અંતર્ગતના ભાવોને ઓળખનાર,
આત્મિક વીર્યના સાચા સેવનહાર. મેરા૦ ૪.
✽
૧૪. શાસન-ઉદ્ધારક ગુરુ જન્મદિવસ
શાસન-ઉદ્ધારક ગુરુ જન્મદિવસ છે આજનો રે,
જેને અંતર ઊછળ્યાં આત્મ તણાં નિધાન,
જયજયકાર જગતમાં કહાનગુરુનો ગાજતો રે. શાસન૦ ૧.
(સાખી)
ઉમરાળામાં જનમિયા ઉજમબા કૂખ નંદ,
કહાન તારું નામ છે જગતવંદ્ય અનુપ;
જયજયકાર જગતમાં થાયે તુજનો આજ,
મહિમા તુજ ગુણની હું શી કહું મુખથી સાહિબા રે. શાસન૦ ૨.