[ ૨૮ ]
નિશદિન ગુરુજીની વાટ અમે જોતા;
અમ અંતરિયામાં દર્શનની આશા.
સુવર્ણે પધારો પુનઃ કૃપાળુદેવા રે,
અનુભવવાણી ને દર્શન દેવા રે;
ભવભવ હોજો ગુરુચરણોની સેવા રે.....વિદેહ૦ ૫.
✽
૨૭. ગુરુરાજ પધાાર્યા અમ આંગણે રે લાલ
(રાગઃ વિદેહી જિણંદજી સોહામણા રે લાલ)
ગુરુરાજ પધાર્યા અમ આંગણે રે લાલ,
ભક્તિ કરું હું તારી ભાવથી રે લાલ,
રત્ને વધાવું ગુરુદેવને લાલ.
( – મોતીડે વધાવું ગુરુદેવને રે લાલ.) ૧.
અમૃત ભર્યાં તુજ વાણીએ રે લાલ,
ચૈતન્યરસ વરસી રહ્યા રે લાલ...રત્ને૦ ૨.
ભરતે અજોડ ગુરુદેવ છે રે લાલ,
મહિમા તણા ભંડાર છે રે લાલ...રત્ને૦ ૩.
શ્રુત તણા અવતાર છે રે લાલ,
સરસ્વતી-માત મુખે સોહતા રે લાલ...રત્ને૦ ૪.
દિવ્યતા ભરેલું તુજ દ્રવ્ય છે રે લાલ,
ભાવી તણા ભગવંત છે રે લાલ...રત્ને૦ ૫.
તુજ વાણીમાં આશ્ચર્ય અપાર છે રે લાલ,
દૈવી ગુણોથી ગુરુ શોભતા રે લાલ...રત્ને૦ ૬.
ચંદ્ર-સૂરજ પાય પૂજતા રે લાલ,
સર્વ વસ્તુ ચરણે નમે રે લાલ.....રત્ને૦ ૭.