ચંપાપુરી નગરી બહુ બહુ શોભે,
હાં રે તિહાં વાસુપૂજ્યજી બિરાજે,
હાં રે પંચકલ્યાણક મહોત્સવ ઉજવાયે,
હાં રે સુર-નર-મુનિવરનાં વૃન્દ ઉભરાયે,
હાં રે ધન્ય માત ને તાત,...વાસુપૂજ્ય૦ ૨.
બાળબ્રહ્મચારી વાસુપૂજ્યસ્વામી,
હાં રે પ્રભુ તીર્થપતિપદધારી,
હાં રે મુનિનાથના અંતરયામી,
હાં રે ત્રણ-ભુવન-શણગાર,...વાસુપૂજ્ય૦
હાં રે અમ આતમ-આધાર,...વાસુપૂજ્ય૦ ૩.
ચંપાપુરી નગરી અતિ પાવનકારી,
હાં રે પ્રભુનાં પંચકલ્યાણક ભારી,
હાં રે ગર્ભ-જન્મ-દીક્ષા મંગળકારી,
હાં રે એ તો પાવન દ્રશ્ય,...વાસુપૂજ્ય૦ ૪.
કેવળકલ્યાણકે દેવેન્દ્રો અહીં ઊતરે,
હાં રે પ્રભુનાં સમવસરણ રચાયે,
હાં રે પ્રભુના દિવ્યધ્વનિનાદ ગાજે,
હાં રે સૌને આનંદ ઉભરાય,...વાસુપૂજ્ય૦ ૫.
શૈલેશીકરણે પ્રભુજી અહો વળિયા,
હાં રે સમશ્રેણીએ પ્રભુજી ચડિયા,
હાં રે પ્રભુજી સિદ્ધિધામને વરિયા,
હાં રે (આજે) દેખ્યાં તીરથધામ,....વાસુપૂજ્ય૦ ૬.
જિનવરમહિમા ત્રિજગમાંહી ગાજે,
હાં રે પ્રભુ ગુણરત્નાકર બિરાજે,
[ ૩૬ ]