મંગલકારી સ્વસ્તિક રચાવું આંગણે રે,
હીરલેથી વધાવું ગુરુદેવ,...આજે દૈવી૦ ૧૬.
દેશોદેશમાં થાશે ગુરુજી વધામણાં રે,
ભક્તિભાવે સ્વાગત રૂડાં થાય,...આજે મંગલ૦ ૧૭.
તીર્થંકરનાં (જિનેશ્વરનાં) પાવન તીરથધામ છે રે,
મુનીશ્વરોનાં પાવન તીરથધામ છે રે,
ગુરુજી પધારે તીરથવંદન-કાજ,...આજે દૈવી૦ ૧૮.
મંગળ યાત્રા શાશ્વત તીરથરાજની રે,
શાશ્વત હોજો ગુરુદેવનો સાથ,...આજે મંગલ૦ ૧૯.
✽
૩૫. સંમેદશિખર....પ્રભુજીને લાખો પ્રણામ
સંમેદ સિદ્ધિધામ, પ્રભુજીને લાખો પ્રણામ;
અનંત જિનેશ્વરનાથ, પ્રભુજીને લાખો પ્રણામ;
— પ્રભુજીને ક્રોડો પ્રણામ.
ચોવીસો ભગવાન, પ્રભુજીને ક્રોડો પ્રણામ;
શાશ્વત તીરથધામ, તીરથને લાખો પ્રણામ;
— તીરથને ક્રોડો પ્રણામ. ૧.
અનંત જિનેશ્વર મુક્તિ પધાર્યા,
સમશ્રેણીએ સિદ્ધ બિરાજ્યા;
પ્રગટ્યાં પૂર્ણ નિધાન.....પ્રભુજીને૦ ૨.
અનંત ગુણોના સાગર ઊછળ્યા,
અપૂર્વ સિદ્ધપરિણતિએ પ્રણમ્યા;
તનવિરહિત ભગવાન.....પ્રભુજીને૦
– જ્ઞાનશરીર ભગવાન....પ્રભુજીને૦ ૩.
[ ૩૯ ]