Gurustutiaadisangrah (Gujarati). PRAKASHAKIY NIVEDAN.

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 103

 

background image
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-
પ્રકાશકીય નિવેદન
પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો મુમુક્ષુ સમાજ ઉપર
અમાપ ઉપકાર સદાય પ્રવર્તે છે. આ ભાવનાને મુમુક્ષુઓના અંતરમાં જીવંત
રાખવાનો સાચો યશ તો પ્રશમમૂર્તિ ભગવતી માતા પૂજ્ય બહેનશ્રી
ચંપાબેનને જ છે. ભગવતી માતાની પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યેની અત્યંત
ભક્તિભીની પ્રેરણાથી સુવર્ણપુરીમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મજયંતી
મહોત્સવ અવિરતપણે ઉજવવામાં આવી રહ્યો છે. આ મહોત્સવમાં પૂજ્ય
ગુરુદેવશ્રીનાં ટેપ પ્રવચન પછી નિયમિત પૂજ્ય ગુરુદેવશ્રીની ભક્તિ
કરવામાં આવે તેવી પૂજ્ય બહેનશ્રીની ભાવના હતી. આ માટે તેઓએ
ગુરુદેવશ્રીની ભક્તિનાં વિવિધ સ્તવનો સ્વયં રચી અને ગવડાવવાનું ચાલું
કર્યું. આ ભાવભીના સ્તવનોની એક પુસ્તિકા છપાય તો તે કાયમ ઉપયોગી
થાય તે હેતુને ધ્યાનમાં રાખી શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ દ્વારા આ ‘શ્રી ગુરુસ્તુતિઆદિસંગ્રહ’નું પ્રકાશન શ્રી સં. ૨૦૪૨માં
કરવામાં આવ્યું. આ પુસ્તકમાં પૂજ્ય બહેનશ્રીએ રચેલી પૂજ્ય ગુરુદેવશ્રીની
ભક્તિઓ, પૂજ્ય ગુરુદેવશ્રી સાથે કરેલ તીર્થયાત્રાઓ સમયે તેઓએ રચેલ
તીર્થની ભક્તિઓ, સોનગઢમાં ઉજવવામાં આવતા દિપાવલી, મહાવીર
શાસન જયંતી આદિ પર્વોનાં સ્તવનો તથા કેટલાંક અન્ય કવિઓએ રચેલાં
સ્તવનો ઉમેરી આ પુસ્તકને સમૃદ્ધ બનાવામાં આવ્યું. આ પુસ્તકની
લોકપ્રિયતાને લીધે અત્યાર સુધીમાં તેની ત્રણ આવૃત્તિઓ બહાર પાડવામાં
આવી છે. તે તમામ પુસ્તકો ખપી જવાથી તેની આ ચોથી આવૃત્તિ પ્રકાશિત
કરવામાં આવી રહી છે. આશા છે કે મુમુક્ષુ સમાજ આનાથી અત્યંત
લાભાન્વિત થશે.
શ્રાવણ વદ-૨
પૂજ્ય બહેનશ્રીનો
૯૫મો જન્મોત્સવ
તા. ૧૮-૮-૨૦૦૮
[ ૩ ]