૪૦. સોનેરી સદ્ગુરુદેવ પધાારિયા રે
(રાગ – મંદિરના સુવર્ણ કળશો જળે ભર્યા રે)
આજે આનંદમંગળ વરતી રહ્યાં રે;
મંગલ યાત્રા કરી ગુરુદેવે કે,
સુંદર સ્વર્ણપુરીમાં પધારિયા રે,
આજે સોનેરી સૂરજ ઊગિયો રે;
સુંદર સોહી રહ્યાં સ્વર્ણધામ કે.
સોનેરી સદ્ગુરુદેવ પધારિયા રે. ૧.
રત્ન-પુષ્પોથી ગુરુજી વધાવીએ રે;
ભક્તિભાવે પૂજું ગુરુ-પાય કે...સોનેરી૦ ૨.
ગુરુદેવ (દક્ષિણ) બાહુબલીયાત્રા પધારિયા રે;
સાથે સેવકસંઘ અપાર કે...સોનેરી૦ ૩.
ભારતમાં ધર્મધ્વજ ફરકાવિયા રે;
સાચો બતાવ્યો મુક્તિનો રાહ કે...સોનેરી૦ ૪.
ભારતમાંહી અદ્વિતીય અવતાર છો રે;
જેની જોડ નહીં જગમાંય કે...સોનેરી૦ ૫.
દેશોદેશના સજ્જનો વધાવતા રે;
ગુરુજીનાં સ્વાગત અપૂર્વ (અદ્ભુત) થાય કે...સોનેરી૦ ૬.
અદ્ભુત જ્ઞાનવૈરાગ્યે ગુરુ શોભતા રે;
અનુપમ વાણીમાં આશ્ચર્ય અપાર કે...સોનેરી૦
દિવ્યવાણી બતાવે શિવપંથ કે...સોનેરી૦ ૭.
ગુરુજી સંઘ સહિત બહુ વિચર્યા રે;
(બહુ બહુ દેશ-વિદેશ ગુરુ વિચર્યા રે,)
બહુ બહુ યાત્રા કરાવી ગુરુદેવ કે...સોનેરી૦ ૮.
[ ૫૧ ]