આત્મસ્વરૂપે લીન, જગથી ઉદાસીન;
સાચું પવિત્ર તું જીવન જીવનાર......કહાન૦ ૫.
જિનશાસન કાજ, ધર્મ ઉદ્ધારવા જ;
ડંકો વગાડ્યો તેં ભરત મોઝાર....કહાન૦ ૬.
✽
૫૮. એક અદ્ભુત આતમા
એક અદ્ભુત આતમા, વીરનો મારગ જાણતા;
મુમુક્ષુઓ વખાણતા, એ પ્રભાવશાળી આતમા. ૧.
ભાવિકને સંભાળે છે, આતમલક્ષે વાળે છે;
સંશય સૌના ટાળે છે, એ પ્રભાવશાળી આતમા. ૨
આત્મજ્ઞાનનો રસિયો છે, અમ અંતરમાં વસિયો છે;
સંસારથી દૂર ખસિયો છે, એ પ્રભાવશાળી આતમા. ૩.
કર્મશત્રુને હણનારો, સાચો અનુભવ કરનારો;
બિરૂદ ધર્યું તારણહારો, એ પ્રભાવશાળી આતમા. ૪.
સુંવાળી એની કાયા છે, શીતળ જેની છાયા છે;
તે ઉજમબાના જાયા છે, એ પ્રભાવશાળી આતમા. ૫.
રોકાયો નહિ માયામાં, જેને મોહ નથી આ કાયામાં;
રહેવું એની છાયામાં, એ પ્રભાવશાળી આતમા. ૬.
(એને) નહીં ઓળખે તે પસ્તાશે, ભવ રખડી ખત્તા ખાશે;
જાણનારા ફાવી જાશે, એ પ્રભાવશાળી આતમા. ૭.
તેને કદી ન વિસારીએ, આજ્ઞા એની શિર ધરીએ;
ભવસાગર સ્હેજે તરીએ, એ પ્રભાવશાળી આતમા. ૮.
સુવર્ણપુરી મોઝાર છે, પુણ્યશાળી પારાવાર છે;
શ્રદ્ધાથી બેડો પાર છે, એ પ્રભાવશાળી આતમા. ૯.
[ ૭૫ ]