૨૧૨] [હું
આદિપણું વસ્તુના સ્વરૂપમાં નથી. તેથી વ્યવહારને જ નિશ્ચય માની લે તો તે તો
ઉપદેશને લાયક જ નથી, કેમ કે તે નિશ્ચયને સમજતો નથી.
એક જગ્યાએ એવું બન્યું હતું કે નિશાળમાં પાટિયા ઉપર શિક્ષકે મચ્છર દોરીને
વિદ્યાર્થીઓને બતાવ્યું હતું. મચ્છર તો નાનો હોય પણ બાળકોને સ્પષ્ટ દેખાય એ માટે
શિક્ષકે ચિત્ર મોટું બનાવ્યું હતું તે બાળકોએ જોયેલું. બાળકોએ મચ્છર નજરે કદી જોયેલ
નહિ. તેથી એક દિવસ ગામમાં હાથી નિકળ્યો ત્યાં બાળકોને હાથી જ મચ્છર જેવો
લાગ્યો. શિક્ષકને કહે કે જુઓ! ગુરુજી આ મચ્છર આવ્યો. આ બનેલો દાખલો છે. પોતે
જોઈ વિચારીને નક્કી કર્યા વગરની વસ્તુમાં આમ બને; તેમ અહીં અજ્ઞાની જીવો
નિશ્ચયનું યથાર્થ સ્વરૂપ ઓળખતા નથી તેથી વ્યવહારને જ નિશ્ચય માની લે છે. ભાઈ!
જો તારે તારા આત્માનું હિત કરવું હોય તો, આત્માનું જે સ્વરૂપ છે તેને પહેલાં જાણ!
રુચિમાં લે અને અનુભવ કર! એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કર તે જ
તારો હિતનો માર્ગ-મોક્ષમાર્ગ છે.
હવે અહીં ૯૬ મી ગાથામાં કહે છે કે સમ્યક્ચારિત્ર-અનુભવમાં પરભાવનો
ત્યાગ હોય છે.
जो णवि जाणइ अप्पु परु णवि परभाउ चएइ ।
सो जाणउ सत्थई सयल ण हु सिवसुक्खु लहेइ ।। ९६।।
નિજ-પરરૂપથી અજ્ઞ જન, જે ન તજે પરભાવ;
જાણે કદી સૌ શાસ્ત્ર પણ, થાય ન શિવપુર રાવ. ૯૬.
અજ્ઞાની જીવ પોતાના અભેદ આત્મસ્વરૂપને જાણતો નથી અને પરભાવ સ્વરૂપ
એવા જે રાગ-દ્વેષ પુણ્ય-પાપ આદિને પોતાના માને છે. પરંતુ આત્માના સ્વભાવથી એ
જુદા સ્વભાવવાળા છે. અહો! દયા-દાન-પૂજા-ભક્તિ આદિના ભાવ પણ પરભાવ છે,
મારો સ્વભાવ નથી. આ વાત કોઈ દિવસ સાંભળી હતી?
શ્રોતાઃ- દયા-દાનાદિ ન કરવાં તો અમારે કરવું શું?
પૂજ્ય ગુરુદેવઃ- શાશ્વત અનંત ગુણનો ગોદામ આત્મા બિરાજમાન છે તેની
ઓળખાણ કરવી એ જ કરવાનું છે.
ત્રિલોકીનાથ પરમાત્મા પોકાર કરે છે કે ભાઈ! તું ત્રિકાળ શુદ્ધ ભગવાન છો
પણ તેં તારી નજરની આળસે કદી હરિ-આત્માને નીરખ્યો નથી. લોકોમાં કહેવત છે ને,
કાંખમાં છોકરું હોય અને કહે કે મારું છોકરું ક્યાં ગયું? અરે! પણ આ રહ્યું. આમ
નજર કરને! એમ ભગવાન કહે છે તું પરમાત્મા છો અને તું ક્યાં ભગવાનને શોધવા
નીકળ્યો? તારો ભગવાન તારી પાસે છે. શિખરજી શેત્રુંજય, મંદિર કે પ્રતિમામાં તારો
ભગવાન નથી.
બનારસીદાસજી નાટક સમયસારમાં કહે છે કે “ મેરો ધની નહિ દૂર દેશાંતર,
મોહીમેં હૈ મોહી સુજત નીકે.” અરે! ભગવાન! તારા સ્વરૂપની તને ખબર ન પડે એ
તે કાંઈ વાત છે? અરે! તું તને પ્રત્યક્ષ થા એવો તારામાં ગુણ છે. તું જ્યાં છો ત્યાં
શોધીશ તો જ