Hoon Parmatma (Gujarati). Pravachan: 6.

< Previous Page   Next Page >


Page 31 of 238
PDF/HTML Page 42 of 249

 

background image
પરમાત્મા] [૩૧
[પ્રવચન નં. ૬]
જિન આદેશઃ
એક જ મોક્ષમાર્ગઃ પરમાત્મદર્શન
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧ર-૬-૬૬]
આ યોગીન્દુદેવકૃત યોગસાર છે. યોગસારનો ખરો અર્થ તો એ છે કે યોગ
એટલે આત્મસ્વભાવનો વેપાર ને તેનો સાર; યોગ એટલે જોડાવું-ચૈતન્ય પૂરણ
દ્રવ્યસ્વભાવ સાથે જોડાણ કરવું, તેમાં એકાગ્રતા કરવી ને તેનો સાર એટલે કે પરમાર્થ
મોક્ષમાર્ગ; તેની વ્યાખ્યા અહીં કરી છે. તેમાં આ ૧૬મી ગાથામાં તો બહુ ઊંચી વાત
કરી છે.
अप्पा–दंसणु एक्कु परु अण्णु ण किं पि वियाणि ।
मोक्खह कारण जोइया णिच्छंइं एहउ जाणि ।। १६।।
નિજ દર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત્ત માન;
હે યોગી! શિવ હેતુ એ, નિશ્ચયથી તું જાણ.
૧૬
* આત્મદર્શન એ જ મોક્ષનું કારણ છે *
હે ધર્માત્મા! આ આત્માનું દર્શન તે એક જ દર્શન મોક્ષનો માર્ગ છે. આત્મા એક
સમયમાં અનંતગુણ સમ્પન્ન પ્રભુ છે, તેના દર્શન એટલે કે પહેલાં શાસ્ત્ર પદ્ધતિથી એવા
આત્માને જાણીને-સર્વજ્ઞના કથન દ્વારા બતાવેલી રીત વડે આત્માને પહેલાં જાણીને
મન-વચન ને કાયાથી ભિન્ન, પુણ્ય-પાપના રાગથી જુદો ને ગુણી અને ગુણના ભેદથી
રહિત એવા આત્માના દર્શન તે એક જ મોક્ષનો માર્ગ છે.
આત્માના દર્શન એટલે કે જ્યાં મનનું પહોંચવું નથી, વાણીની ગતિ નથી,
કાયાની ચેષ્ટા જ્યાં કામ કરતી નથી, વિકલ્પનો જ્યાં અવકાશ નથી અને ગુણી-ગુણના
ભેદનું અવલંબન નથી, એવો જે અભેદ અખંડ એકરૂપ આત્મા તેનું અંતર દર્શન કરવું,
પ્રતીત કરવી તે એક જ આત્મદર્શન-સમ્યગ્દર્શન કહેવાય છે. તે સમ્યગ્દર્શન એક જ
મોક્ષનો માર્ગ છે. અભેદ અખંડ શુદ્ધ આત્માને અનુસરીને તેનો અનુભવ કરવો તે એક
જ સમ્યગ્દર્શન છે, એ સિવાય બીજો કોઈ પ્રકાર સમ્યગ્દર્શનનો નથી. એકરૂપ અભેદ
અખંડ ચૈતન્ય તે આત્મા અને તેનું દર્શન અંતરમાં તેનો અનુભવ કરીને પ્રતીત કરવી
તે એક જ સમ્યગ્દર્શન છે, તે એક જ મોક્ષમાર્ગ છે, બે સમ્યગ્દર્શન નથી તેમ જ બે
મોક્ષમાર્ગ નથી.
આત્માનું દર્શન એક જ-એમ કહેતાં આત્મા સિવાય બીજી ચીજો પણ છે ખરી,
અજીવ છે, મન-વચન-કાયાની અજીવચેષ્ટાઓ પણ છે, અંદર આત્મામાં જેનો અભાવ
છે એવા