સંત પરમકૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ સરળ તેમ જ સુગમ પ્રવચનો દ્વારા
તેમનાં અમૂલાં રહસ્યો મુમુક્ષુ સમાજને સમજાવ્યાં; અને એ રીતે આ કાળે
અધ્યાત્મરુચિનો નવયુગ પ્રવર્તાવી તેઓશ્રીએ અસાધારણ મહાન ઉપકાર કર્યો છે. આ
વિષમ ભૌતિક યુગમાં સમગ્ર ભારતવર્ષને વિષે તેમ જ વિદેશોમાં પણ જ્ઞાન, વૈરાગ્ય ને
ભક્તિભીની અધ્યાત્મવિદ્યાના પ્રચારનું જે આંદોલન પ્રવર્તે છે તે પૂજ્ય ગુરુદેવશ્રીના
ચમત્કારી પ્રભાવનાયોગનું સુંદર ફળ છે.
તદનુસાર વીતરાગ દિગંબર મુનિવર શ્રી યોગીન્દુદેવ પ્રણીત ‘યોગસાર’ ઉપર પૂજ્ય
ગુરુદેવશ્રીનાં પ્રવચનોનું સંકલન ‘હું પરમાત્મા’ રૂપે પ્રકાશિત કરતાં કલ્યાણી ગુરુવાણી
પ્રત્યે અતિ ભક્તિભીની પ્રસન્નતા અનુભવીએ છીએ.
ઉપકારમહિમા પ્રકાશનાર સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની
જ્ઞાનવૈરાગ્યરસભીની મંગલ આશિષછાયામાં, પૂર્વવત્ પ્રવર્તતી અનેકવિધ ગતિવિધિના
અંગભૂત પ્રકાશનવિભાગ દ્વારા પ્રકાશિત થતા આર્ષપ્રણીત મૂળ, તેમ જ પ્રવચનગ્રંથો
પૈકીના ‘હું પરમાત્મા’ નામના સંકલનનું આ દ્વિતીય સંસ્કરણ છે. ગુજરાતી
‘આત્મધર્મ’ પત્રમાં પ્રકાશિત થયેલ ‘યોગસાર’ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો આ
સંકલનમાં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.
મુદ્રણ કરી આપનાર કહાન મુદ્રણાલયનો આભાર માનીએ છીએ.