Moksha Marg Prakashak (Gujarati). Vyantaradinu Swaroop Ane Temane Poojavano Nishedh.

< Previous Page   Next Page >


Page 159 of 370
PDF/HTML Page 187 of 398

 

background image
વ્યન્તરાદિનું સ્વરુપ અને તેમને પૂજવાનો નિષેધા
વળી ઘણા જીવો શત્રુનાશાદિક, રોગાદિનાશ, ધનાદિપ્રાપ્તિ તથા પુત્રાદિની પ્રાપ્તિ
ઇત્યાદિક આ પર્યાય સંબંધી દુઃખ મટાડવા, વા સુખ પામવાના અનેક પ્રયોજનપૂર્વક એ
કુદેવાદિનું સેવન કરે છે. હનુમાનાદિક, ભૈરવ, દેવીઓ, ગણગૌર, સાંઝી, ચોથ, શીતલા, દહાડી,
ભૂત, પિતૃ, વ્યંતરાદિક, સૂર્ય, ચંદ્ર, શનીશ્ચરાદિ જ્યોતિષીઓને, પીર
પેગંબરાદિકોને, ગાય
ઘોડાદિ તિર્યંચોને, અગ્નિજળાદિને તથા શસ્ત્રાદિકને પૂજે છે. ઘણું શું કહીએ! રોડાં ઇત્યાદિકને
પણ પૂજે છે.
એવા કુદેવોનું સેવન મિથ્યાદ્રષ્ટિથી જ થાય છે. કારણ કે પ્રથમ તો તે જેનું સેવન
કરે છે તેમાંથી કેટલાક તો કલ્પનામાત્ર જ દેવ છે, એટલે તેમનું સેવન કેવી રીતે કાર્યકારી
થાય? વળી કોઈ વ્યંતરાદિક છે, પણ તે કોઈનું ભલું
બૂરું કરવા સમર્થ નથી, જો તેઓ સમર્થ
હોય, તો તેઓ જ કર્તા ઠરે, પણ તેમનું કર્યું થતું કાંઈ દેખાતું નથી; તેઓ પ્રસન્ન થઈ ધનાદિક
આપી શકતા નથી. તથા દ્વેષી થઈ બૂરું કરી શકતા નથી.
અહીં કોઈ કહે કેતેઓ દુઃખ દેતા તો જોઈએ છીએ, તથા તેમને માનતાં દુઃખ
આપતા અટકી પણ જાય છે.
ઉત્તરઃઆને પાપનો ઉદય હોય, ત્યારે તેમને એવી જ કુતૂહલબુદ્ધિ થાય, જે વડે
તેઓ ચેષ્ટા કરે છે; અને ચેષ્ટા કરતાં આ દુઃખી થાય છે. વળી કુતૂહલથી તે કંઈ કહે, અને
આ તેનું કહ્યું ન કરે, ત્યારે તે ચેષ્ટા કરતાં પોતાની મેળે જ અટકી જાય છે, આને શિથિલ
જાણીને જ તે કુતૂહલ કર્યા કરે છે. તથા જો આને પુણ્યનો ઉદય હોય, તો તેઓ કાંઈ પણ
કરી શકતા નથી.
એ અહીં દર્શાવીએ છીએકોઈ જીવ તેમને પૂજે નહિ, અથવા તેની નિંદા કરે, તો
તે પણ આનાથી દ્વેષ કરે, પરંતુ આને દુઃખ દઈ શકે નહિ. અથવા એમ પણ કહેતા જોવામાં
આવે છે કે
‘અમને ફલાણો માનતો નથી, પણ તે અમારા વશ નથી, માટે વ્યંતરાદિક કાંઈ
પણ કરવા સમર્થ નથી, પણ આના પુણ્યપાપથી જ સુખદુઃખ થાય છે. એટલે તેમને
માનવાપૂજવાથી તો ઊલટો રોગ થાય છે, પણ કાંઈ કાર્યસિદ્ધિ થતી નથી.
અહીં એમ જાણવું કેજે કલ્પિત દેવ છે, તેમનો પણ કોઈ ઠેકાણે અતિશયચમત્કાર
થતો જોવામાં આવે છે, પણ તે વ્યંતરાદિવડે કરેલો હોય છે. કોઈ પૂર્વપર્યાયમાં આનો સેવક
હતો, અને તે પાછળથી મરીને વ્યંતરાદિ થયો, ત્યાં જ કોઈ નિમિત્તથી તેને એવી બુદ્ધિ થઈ,
ત્યારે તે લોકમાં તેને સેવવાની પ્રવૃત્તિ કરાવવા અર્થે, કોઈ ચમત્કાર દેખાડે છે. ભોળા લોક
કિંચિત્ ચમત્કાર દેખી તે કાર્યમાં લાગી જાય છે. જેમ
જિનપ્રતિમાદિકનો પણ અતિશય થતો
સાંભળીએ, જોઈએ છીએ, તે જિનકૃત નથી, પણ જૈની વ્યંતરાદિકૃત થાય છે, તેમ કુદેવોનો
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૬૯