હા! એટલું છે કે – મંત્રાદિકની અચિંત્યશક્તિ છે. ત્યાં કોઈ સાચા મંત્રને નિમિત્ત –
નૈમિત્તિક સંબંધ થાય, તો તેનાથી કિંચિત્ ગમનાદિ થઈ શકે નહિ, વા કિંચિત્ દુઃખ ઊપજે
છે, વા કોઈ પ્રબળ તેને મનાઈ કરે તો તે અટકી જાય. વા પોતાની મેળે પણ અટકી જાય.
ઇત્યાદિ મંત્રની શક્તિ છે. પરંતુ સળગાવવું આદિ થતું નથી; મંત્રવાળો જ સળગાવ્યું કહે છે.
તે ફરી પ્રગટ થઈ જાય છે કારણ કે – વૈક્રિયિક શરીરને સળગાવવું આદિ સંભવતું નથી.
વળી વ્યંતરોને અવધિજ્ઞાન કોઈને અલ્પક્ષેત્ર-કાળ જાણવાનું છે, તથા કોઈને ઘણું છે,
ત્યાં તેને જો ઈચ્છા હોય, અને ઘણું જ્ઞાન હોય, તો કોઈ અપ્રત્યક્ષને પૂછતાં તેનો ઉત્તર આપે,
વા પોતાને અલ્પજ્ઞાન હોય, તો કોઈ અન્ય મહત્જ્ઞાનીને પૂછી આવી જવાબ આપે. વળી જો
પોતાને અલ્પજ્ઞાન હોય, અને ઈચ્છા ન હોય, તો પૂછવા છતાં પણ તેનો ઉત્તર ન આપે, એમ
સમજવું. વળી અલ્પજ્ઞાનવાળા વ્યંતરાદિકને ઊપજ્યા પછી કેટલોક કાળ જ પૂર્વજન્મનું જ્ઞાન
હોઈ શકે છે, પછી તેનું સ્મરણમાત્ર જ રહે છે. તેથી ત્યાં કોઈ ઇચ્છાવડે પોતે કાંઈ ચેષ્ટા
કરે તો કરે, પૂર્વજન્મની વાત કહે, પણ કોઈ અન્ય વાત પૂછે, તો તેને અવધિજ્ઞાન થોડું હોવાથી
જાણ્યા વિના કેવી રીતે કહે? વળી તેનો ઉત્તર પોતે આપી શકે નહિ, વા ઇચ્છા ન હોય,
અથવા માન – કુતૂહલાદિથી ઉત્તર ન આપે વા જૂઠ પણ બોલે; એમ સમજવું.
દેવોમાં એવી શક્તિ છે કે – તેઓ પોતાના વા અન્યના શરીરને વા પુદ્ગલસ્કંધોને
પોતાની ઇચ્છાનુસાર પરિણમાવે છે, તેથી નાનાપ્રકારના આકારાદિરૂપ પોતે થાય. નાના પ્રકારનાં
ચરિત્ર બતાવે, વા અન્ય જીવના શરીરને રોગાદિયુક્ત કરે.
અહીં એટલું સમજવું કે — પોતાના શરીરનો, અન્ય પુદ્ગલસ્કંધોને, પોતાની જેટલી
શક્તિ હોય તેટલા પ્રમાણમાં જ તેઓ પરિણમાવી શકે છે, કારણ કે – તેમનામાં સર્વ કાર્ય
કરવાની શક્તિ નથી. વળી અન્ય જીવોના શરીરાદિકને તેના પુણ્ય – પાપાનુસાર પરિણમાવી શકે
છે. જો તેને પુણ્યનો ઉદય હોય, તો પોતે રોગાદિરૂપ પરિણમાવી શકે નહિ, તથા પાપનો ઉદય
હોય તો તેનું ઇષ્ટકાર્ય પણ કરી શકે નહિ.
એ પ્રમાણે વ્યંતરાદિકની શક્તિ જાણવી.
પ્રશ્નઃ — એટલી જેની શક્તિ હોય, તેને માનવા – પૂજવામાં શો દોષ?
ઉત્તરઃ — પોતાને પાપનો ઉદય જો હોય તો તેઓ સુખ આપી શકે નહિ, તથા પુણ્યનો
ઉદય હોય તો દુઃખ આપી શકે નહિ. વળી તેમને પૂજવાથી કાંઈ પુણ્યબંધ થતો નથી, પણ
રાગાદિવૃદ્ધિ થઈ ઊલટો પાપબંધ જ થાય છે, તેથી તેમને માનવા – પૂજવા કાર્યકારી નથી, પણ
બૂરું કરવાવાળા છે. વ્યંતરાદિક મનાવે – પૂજાવે છે, તે તો કુતૂહલાદિક જ કરે છે, પણ કાંઈ વિશેષ
પ્રયોજન રાખતાં નથી. જે તેમને માને – પૂજે તેનાથી કુતૂહલ કર્યા કરે, તથા જે ન માને – પૂજે તેને
કાંઈ કહે નહિ. જો તેમને પ્રયોજન જ હોય. તો ન માનવા – પૂજવાવાળાને તેઓ ઘણા દુઃખી કરે,
છઠ્ઠો અધિકારઃ કુદેવ-કુગુરુ-કુધર્મ-નિરાકરણ ][ ૧૭૧