પ્રકાશકીય
આ ગુજરાતી મોક્ષમાર્ગપ્રકાશક ગ્રંથની ચૌદમી આવૃત્તિ ખપી જવાથી, પરમપૂજ્ય
સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પાવન પ્રતાપથી, પૂજ્ય ગુરુદેવશ્રીની સાધનાભૂમિ સુવર્ણપુરી
(સોનગઢ)માં સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની પાવન પ્રેરણાથી જે અનેક
ધાર્મિક ગતિવિધિઓ ચાલી રહી છે તે પૈકી પુસ્તક-પ્રકાશનરૂપ પ્રવૃત્તિમાં ઉક્ત ગ્રંથની માંગને લીધે
તેનું પાછળની આવૃત્તિમાં રહી ગએલ ક્ષતિઓ સુધારીને પંદરમી આવૃત્તિરૂપે ફરી પ્રકાશન કરવામાં
આવી રહ્યું છે.
આ ગ્રંથના સુંદર છાપકામ માટે ટ્રસ્ટ ‘કહાન મુદ્રણાલય, સોનગઢ’નું ઘણું જ આભારી
છે.
આ ગ્રંથના પઠન-પાઠનથી મુમુક્ષુજીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ
પુષ્ટ કરે એ જ ભાવના.
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-
શ્રાવણ વદ ૨
વિ. સં. ૨૦૬૨
❁
(૩)