Moksha Marg Prakashak (Gujarati). Ekendriy Paryayna Dukha.

< Previous Page   Next Page >


Page 54 of 370
PDF/HTML Page 82 of 398

 

background image
એ પ્રમાણે કર્મના ઉદયની અપેક્ષાએ મિથ્યાદર્શનાદિકના નિમિત્તથી સંસારમાં કેવળ
દુઃખ જ હોય છે તેનું વર્ણન કર્યું.
પર્યાયની અપેક્ષાએ
હવે એ દુઃખોનું પર્યાય અપેક્ષાએ વર્ણન કરીએ છીએ.
એકેન્દ્રિય પર્યાયનાં દુઃખ
આ સંસારમાં જીવનો ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જ જાય છે. તેથી અનાદિથી
જ તેનું નિત્ય નિગોદમાં રહેવું થાય છે. ત્યાંથી નીકળવું એવું છે કેજેમ ભાડભૂંજાએ શેકવા
નાખેલા ચણામાંથી અચાનક કોઈ ચણો ઊછળી બહાર પડે તેમ ત્યાંથી નીકળી જીવ અન્ય
પર્યાય ધારણ કરે તો ત્રસ પર્યાયમાં તો ઘણો જ થોડો કાળ રહે, પણ ઘણો કાળ તો એકેન્દ્રિય
પર્યાયમાં જ વ્યતીત કરે છે.
ત્યાં ઇતર નિગોદમાં તો ઘણો કાળ રહે છે તથા કેટલોક કાળ પૃથ્વી, અપ, તેજ,
વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં રહે છે. નિત્યનિગોદમાંથી નીકળી ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ
કાળ કંઈક અધિક બે હજાર સાગર જ છે. એકેન્દ્રિય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ અસંખ્યાત
પુદ્ગલપરાવર્તન માત્ર છે. એ પુદ્ગલપરાવર્તન કાળ એટલો બધો લાંબો છે કે
જેના અનંતમા
ભાગમાં પણ અનંતા સાગર હોય છે. માટે આ સંસારી જીવનો ઘણો કાળ તો મુખ્યપણે
એકેન્દ્રિય પર્યાયમાં જ વ્યતીત થાય છે.
એકેન્દ્રિય જીવને જ્ઞાનદર્શનની શક્તિ કિંચિત્માત્ર જ હોય છે, કારણ કે એક સ્પર્શન
ઇન્દ્રિયના નિમિત્તથી થયેલું મતિજ્ઞાન અને તેના નિમિત્તથી થયેલું શ્રુતજ્ઞાન તથા સ્પર્શન-
ઇન્દ્રિયજનિત અચક્ષુદર્શન વડે તે શીત
ઉષ્ણાદિકને કિંચિત્માત્ર જાણેદેખે છે. પણ જ્ઞાનાવરણ;
દર્શનાવરણના તીવ્ર ઉદયથી તેને વધારે જ્ઞાનદર્શન હોતું નથી. અને વિષયોની ઇચ્છા હોય
છે તેથી તે મહાદુઃખી છે. દર્શનમોહના ઉદયથી તેમને મિથ્યાદર્શન જ હોય છે. તેથી તેઓ
પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે, પણ તેમને અન્ય વિચાર કરવાની શક્તિ જ નથી.
ચારિત્રમોહના ઉદયથી તેઓ તીવ્ર ક્રોધાદિ કષાયરૂપ પરિણમે છે તેથી જ શ્રી
કેવળીભગવાને તેમને કૃષ્ણ, નીલ અને કાપોતએ ત્રણ અશુભ લેશ્યાઓ કહી છે. એ લેશ્યાઓ
તીવ્ર કષાય થતાં જ હોય છે. હવે કષાય તો ઘણો પણ શક્તિ સર્વ પ્રકારે કરીને ઘણી જ અલ્પ
હોવાથી તેઓ ઘણા જ દુઃખી થઈ રહ્યા છે. કાંઈ ઉપાય પણ કરી શકતા નથી.
પ્રશ્નઃજ્ઞાન તો કિંચિત્માત્ર જ રહ્યું છે તો તેઓ શું કષાય કરે?
ઉત્તરઃએવો તો કોઈ ખાસ નિયમ નથી કે જેટલું જ્ઞાન હોય તેટલો જ કષાય
૬૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક