૧૪૪ ] [ મોક્ષશાસ્ત્ર થતા શુદ્ધાત્માનો અનુભવ કરવો, તે અનુભવ જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
શુદ્ધાત્મા આદિ-મધ્ય-અંત રહિત ત્રિકાળ એકરૂપ છે, તેમાં બંધ-મોક્ષ નથી, તે અનાકુળતાસ્વરૂપ છે, ‘હું શુદ્ધ છું કે અશુદ્ધ છું’-એવા વિકલ્પથી થતી જે આકુળતા તેનાથી રહિત છે. લક્ષમાંથી પુણ્ય-પાપનો આશ્રય છૂટીને એકલો આત્મા જ અનુભવરૂપ છે, કેવળ એક આત્મામાં પુણ્ય-પાપના કોઈ ભાવો નથી. જાણે કે આખાય વિશ્વ પર તરતો હોય એટલે કે સમસ્ત વિભાવોથી જુદો થઈ ગયો હોય તેવો ચૈતન્યસ્વભાવ છૂટો અખંડ પ્રતિભાસમય અનુભવાય છે. આત્માનો સ્વભાવ પુણ્ય-પાપની ઉપર તરતો છે. તરતો એટલે તેમાં ભળી જતો નથી, તે-રૂપ થતો નથી પરંતુ તેનાથી છૂટો ને છૂટો રહે છે. અનંત છે એટલે કે જેના સ્વભાવનો કદી અંત નથી; પુણ્ય-પાપ તો અંતવાળાં છે, જ્ઞાનસ્વરૂપ અનંત છે અને વિજ્ઞાનઘન છે- એકલા જ્ઞાનનો જ પિંડ છે. એકલા જ્ઞાનપિંડમાં રાગ-દ્વેષ જરાપણ નથી. રાગનો અજ્ઞાનભાવે કર્તા હતો પણ સ્વભાવભાવે રાગનો કર્તા નથી. અખંડ આત્મસ્વભાવનો અનુભવ થતાં જે જે અસ્થિરતાના વિભાવો હતા તે બધાથી છૂટીને જ્યારે આ આત્મા, વિજ્ઞાનઘન એટલે જેમાં કોઈ વિકલ્પો પ્રવેશ કરી શકે નહિ એવા જ્ઞાનના નિબિડ પિંડરૂપ પરમાત્મસ્વરૂપ આત્માને અનુભવે છે ત્યારે તે પોતે જ સમ્યગ્દર્શનસ્વરૂપ છે.
આમાં નિશ્ચય-વ્યવહાર બન્ને આવી જાય છે. અખંડ વિજ્ઞાનઘનસ્વરૂપ જ્ઞાનસ્વભાવી આત્મા તે નિશ્ચય છે અને પરિણતિને સ્વભાવસન્મુખ કરવી તે વ્યવહાર છે. મતિ-શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળવાના પુરુષાર્થરૂપી જે પર્યાય તે વ્યવહાર છે, અને અખંડ આત્મસ્વભાવ તે નિશ્ચય છે. જ્યારે મતિ-શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળ્યાં અને આત્માનો અનુભવ કર્યો તે જ વખતે આત્મા સમ્યક્પણે દેખાય છે- શ્રદ્ધાય છે. આ સમ્યગ્દર્શન પ્રગટવા વખતની વાત કરી છે.
સમ્યગ્દર્શન થતાં સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવાય છે. આત્માનો સહજ આનંદ પ્રગટ થાય છે, આત્મિક આનંદનો ઉછાળો આવે છે, અંતરમાં આત્મશાંતિનું વેદન થાય છે, આત્માનું સુખ અંતરમાં છે તે અનુભવવામાં આવે છે; એ અપૂર્વ સુખનો રસ્તો સમ્યગ્દર્શન જ છે. ‘હું ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ છું’-એમ જે નિર્વિકલ્પ શાંતરસ અનુભવાય છે તે જ શુદ્ધાત્મા અર્થાત્ સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાન