૧૯૮ ] [ મોક્ષશાસ્ત્ર નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટતાં ભાવસંસાર ટળી જાય છે, અને ત્યારથી બીજાં ચાર નિમિત્તોનો સ્વયં અભાવ થાય છે.
(૧૩) મોક્ષનો ઉપદેશ સંસારીને હોય છે; જો સંસાર ન હોત તો મોક્ષ, મોક્ષમાર્ગ કે તેનો ઉપદેશ હોત જ નહિ, તેથી આ સૂત્રમાં પહેલાં સંસારી જીવો અને પછી મુક્ત જીવો એવો ક્રમ લીધો છે.
(૧૪) અસંખ્યાત અને અનંત એ સંખ્યા સમજવા માટે ગણિતશાસ્ત્ર ઉપયોગ છે; તેમાં ૧૦/૩ એટલે કે દસને ત્રણથી ભાંગતાં = ૩. ૩૩૩... (અંત ન આવે ત્યા સુધી ત્રગડા) આવે છે પણ તેનો છેડો આવતો નથી, તે ‘અનંત’નું દ્રષ્ટાંત છે; અને અસંખ્યાતની સંખ્યા સમજવા માટે એક ગોળના પરિઘ અને વ્યાસનું પ્રમાણ ૨૨/૭ હોય છે. [વ્યાસ કરતાં પરિઘ ૨૨/૭ ગણો હોય છે] તેનો હિસાબ શતાંશ (Decimal) માં મૂકતાં જે સંખ્યા આવે છે તે ‘અસંખ્યાત’ છે. ગણિતશાસ્ત્રમાં આ સંખ્યાને ‘Irrational’ કહેવામાં આવે છે.
(૧પ) વ્યવહારરાશિના જીવોને આ પાંચ પરિવર્તન લાગુ પડે છે; આવા અનંતપરિવર્તનો દરેક જીવોએ કર્યાં છે અને જે જીવો મિથ્યાદ્રષ્ટિપણું ચાલુ રાખશે તેમને હજી ચાલ્યા કરશે. નિત્યનિગોદના જીવો અનાદિ નિગોદમાંથી નીકળ્યા જ નથી, તેમનામાં આ પાંચપરિવર્તનની શક્તિ રહેલી છે તેથી તેમને પણ ઉપચારથી આ પાંચ પરિવર્તન લાગુ પડે છે. વ્યવહારરાશિના જે જીવો હજી સુધી બધી ગતિમાં ગયા નથી તેમને પણ ઉપર પ્રમાણે ઉપચારથી આ પરિવર્તનો લાગુ પડે છે. નિત્યનિગોદને અવ્યવહારરાશિના (નિશ્ચયરાશિના) જીવો પણ કહેવામાં આવે છે.
૧. અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્યનિગોદરૂપ શરીરનો સંબંધ હોય છે; તે શરીરનું આયુ પૂર્ણ થતાં મરીને ફરી ફરી નિત્યનિગોદ શરીરને જ જીવ ધારે છે. એ પ્રમાણે અનંતાનંત જીવરાશિ અનાદિકાળથી નિગોદમાં જ જન્મ-મરણ કરે છે.
ર. વળી નિગોદમાંથી છ મહિના અને આઠ સમયમાં છસો આઠ (૬૦૮) જીવો નીકળે છે તે પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિરૂપ એકેન્દ્રિય પર્યાયોમાં અગર બે થી ચાર ઇન્દ્રિયોરૂપ શરીરોમાં કે ચારગતિરૂપ પંચેન્દ્રિય શરીરોમાં ભ્રમણ કરે છે, અને ફરી પાછો નિગોદશરીરને પ્રાપ્ત કરે છે, (આ ઇતરનિગોદ છે.)
૩. જીવને ત્રસમાં એકી સાથે રહેવાનો ઉત્કૃષ્ટ કાળ માત્ર બે હજાર સાગર છે. જીવને ઘણું તો એકેન્દ્રિય પર્યાયો અને તેમાં પણ ઘણો વખત નિગોદમાં