અ. ૨. સૂત્ર ૨૦ ] [ ૨૦૭
(૧) આ ઇન્દ્રિયો ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય એમ બન્ને પ્રકારની સમજવી. એકેન્દ્રિય જીવને પહેલી (સ્પર્શન) ઇન્દ્રિય, બે-ઇન્દ્રિય જીવને પહેલી બે-એમ અનુક્રમે હોય છે. આ અધ્યાયના સૂત્ર-૧૪ ની ટીકામાં આ સંબંધી વિગતથી જણાવ્યું છે, માટે ત્યાંથી જોઈ લેવું.
(ર) આ પાંચ ભાવેન્દ્રિયોમાં ભાવશ્રોત્રેન્દ્રિયને ઘણી લાભદાયક ગણવામાં આવી છે, કેમકે તે ભાવ-ઇન્દ્રિયના બળથી સમ્યગ્જ્ઞાની પુરુષનો ઉપદેશ શ્રવણ કરીને ત્યાર બાદ વિચાર કરીને યથાર્થ નિર્ણય કરી હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ જીવ કરી શકે છે. જડઇન્દ્રિય તો સાંભળવામાં નિમિત્તમાત્ર છે.
(૩) ૧-ક્ષોત્રેન્દ્રિય (કાન) નો આકાર જવની વચલી નળી જેવો, ર-નેત્રનો આકાર મસુર જેવો, ૩-નાકનો આકાર તલના ફૂલ જેવો, ૪-રસનાનો આકાર અર્ધચંદ્ર જેવો હોય છે અને સ્પર્શનેન્દ્રિય શરીરાકારે હોય છે-સ્પર્શનેન્દ્રિય આખા શરીરમાં હોય છે. ।। ૧૯।।
શબ્દ એ પાંચ ક્રમથી [तत् अर्थाः] ઉપર કહેલી પાંચ ઇન્દ્રિયોનો વિષય છે અર્થાત્ ઉપર કહેલી પાંચ ઇન્દ્રિયો તે તે વિષયને જાણે છે.
(૧) જાણવાનું કામ ભાવેન્દ્રિયનું છે, પુદ્ગલઇન્દ્રિય નિમિત્ત છે. દરેક ઇન્દ્રિયનો વિષય શું છે તે અહીં કહ્યું છે; આ વિષયો જડ-પુદ્ગલો છે.
(ર) પ્રશ્નઃ– આ અધિકાર જીવનો છે છતાં તેમાં પુદ્ગલદ્રવ્યની વાત શા માટે લીધી?
ઉત્તરઃ– જીવને ભાવેન્દ્રિયથી થતાં ઉપયોગરૂપ જ્ઞાનમાં જ્ઞેય શું છે તે જણાવવા માટે કહ્યું છે. જ્ઞેય નિમિત્ત માત્ર છે, જ્ઞેયથી જ્ઞાન થતું નથી પણ ઉપયોગરૂપ ભાવેન્દ્રિયથી જ્ઞાન થાય છે એટલે કે જ્ઞાન વિષયી (વિષય કરનાર) છે અને જ્ઞેય વિષય છે એ બતાવવા આ સૂત્ર કહ્યું છે.
(૩) સ્પર્શઃ– આઠ પ્રકારના છે. ૧. શીત, ર. ઉષ્ણ, ૩. લૂખો, ૪. ચીકણો, પ. કોમળ, ૬. કઠોર, ૭. હળવો અને ૮. ભારે.