અ. ૩ સૂત્ર ૨૯-૩૦-૩૧ ] [ ૨પ૩
एकद्वित्रिपल्योपमस्थितयो हैमवतकहारिवर्षकदेवकुरवकाः।। २९।।
અર્થઃ– હૈમવતક, હારિવર્ષક અને વિદેહક્ષેત્રમાં આવેલ દેવકુરુના મનુષ્યો, તિર્યંચો ક્રમથી એક પલ્ય, બે પલ્ય અને ત્રણ પલ્યના આયુષ્યવાળા હોય છે.
એ ત્રણ ક્ષેત્રોના મનુષ્યોની ઊંચાઈ અનુક્રમે એક, બે અને ત્રણ કોસની હોય છે. રંગ નીલ, શુક્લ અને પીત હોય છે. ।। ર૯।।
અર્થઃ– ઉત્તરનાં ક્ષેત્રોમાં વસતા મનુષ્યો હૈમવતકાદિના મનુષ્યોની સમાન આયુષ્યવાળા હોય છે.
(૧) હૈરણ્યવતક ક્ષેત્રની રચના હૈમવતકની સમાન રમ્યક્ ક્ષેત્રની રચના હરિક્ષેત્રની સમાન અને વિદેહક્ષેત્રમાં આવેલ ઉત્તરકુરુની રચના દેવકુરુ સમાન છે.
(ર) ભોગભૂમિ - એવી રીતે ઉત્તમ, મધ્યમ અને જઘન્યરૂપ ત્રણ ભોગભૂમિનાં બબ્બે ક્ષેત્રો છે. જંબુદ્વીપમાં છ ભોગભૂમિઓ અને અઢી દ્વીપમાં કુલ ત્રીસ ભોગભૂમિઓ છે. જેમાં સર્વ પ્રકારની સામગ્રી કલ્પવૃક્ષોમાંથી પ્રાપ્ત થાય છે તેને ભોગભૂમિ કહેવાય છ. ।। ૩।।