Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 261 of 655
PDF/HTML Page 316 of 710

 

અ. ૩ સૂત્ર ૩૬ ] [ ૨પ૯ ૮. પર્વતાદિકની અંદર આકાશની જેમ ગમન-આગમનનું સામર્થ્ય તે તિઘાતઋદ્ધિ- ૯. અદ્રશ્ય હોવાનું સામર્થ્ય તે અંતર્ધાનઋદ્ધિ-૧૦. યુગપત્ અનેક આકારરૂપ શરીર કરવાનું સામર્થ્ય તે કામરૂપિત્વઋદ્ધિ-૧૧. આ વગેરે અનેક પ્રકારની વિક્રિયાઋદ્ધિ છે.

નોંધઃ– અહીં નિમિત્ત-નૈમિત્તિકસંબંધ સમજાવ્યો છે, પરંતુ જીવ શરીરનું કે બીજા કોઈ દ્રવ્યનું કાંઈ કરે છે એમ ન સમજવું. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકે નહિ. શરીરાદિ પરદ્રવ્યની જ્યારે તેવા પ્રકારની અવસ્થા થવા લાયક હોય ત્યારે જીવના ભાવ તેને અનુકૂળ જીવના કારણે હોય - એટલો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ અહીં બતાવ્યો છે -એમ સમજવું.

(૭) ચોથી તપઋદ્ધિ

તપઋદ્ધિ સાત પ્રકારની છે-૧. ઉગ્રતપ, ર. દીપ્તિતપ, ૩. નિહારતપ, ૪. મહાનતપ, પ. ધોરતપ, ૬. ધોરપરાક્રમતપ અને ૭. ધોર બ્રદ્મચર્યતપ. તેનું સ્વરૂપ નીચે મુજબ છે-

એક ઉપવાસ, બે-ત્રણ-ચાર-પાંચ વગેરે ઉપવાસ નિમિત્તે કોઈ યોગનો આરંભ થયો તો મરણપર્યંત તે ઉપવાસથી ઓછા દિવસે પારણું ન કરે, કોઈ કારણથી અધિક ઉપવાસ થઈ જાય તો મરણપર્યંત તેનાથી ઓછા ઉપવાસ કરી પારણું ન કરે-આવું સામર્થ્ય પ્રગટ હોવું તે ઉગ્રતપઋદ્ધિ-૧. મહાન ઉપવાસાદિક કરતાં મન-વચન-કાયનું બળ વધતું જ રહે, મુખ દુર્ગંધરહિત રહે, કમળાદિકની સુગંધ જેવો સુગંધી શ્વાસ નીકળે અને શરીરની મહાન દીપ્તિ પ્રગટ થાય તે દીપ્તિતપઋદ્ધિ-ર. તપેલી લોઢાની કડાઈમાં પડતાં પાણીનાં ટીપાં જેમ સુકાઈ જાય તેમ આહાર પચી જાય, સુકાઈ જાય અને મળ, રુધિરાદિરૂપ ન પરિણમે, તેથી નિહાર ન થાય આવું હોવું તે નિહારતપઋદ્ધિ ૩. સિંહક્રીડિતાદિ મહાન તપ કરવામાં તત્પર હોવું તે મહાનતપઋદ્ધિ ૪. વાત, પિત્ત, શ્લેષ્મ વગેરેથી ઊપજેલ જ્વર, ઉધરસ, શ્વાસ, શૂળ, કોઢ, પ્રમેહાદિક અનેક પ્રકારના રોગવાળું શરીર હોવા છતાં પણ અનશન, કાયકલેશાદિ છૂટે નહિ અને ભયાનક સ્મશાન, પર્વતનું શિખર, ગુફા, ખંડિયેર, ઉજ્જડ ગામ વગેરેમાં દુષ્ટ રાક્ષસ, પિશાચાદિ પ્રવર્તે અને માઠા વિકાર ધારણ કરે તથા શિયાળનાં કઠોર રુદન, સિંહ-વાઘ વગેરે દુષ્ટ જીવોના ભયાનક શબ્દ જ્યાં નિરંતર પ્રવર્તે એવા ભયંકર સ્થાનમાં પણ નિર્ભય થઈ વસે તે ધોરતપઋદ્ધિ-પ. પૂર્વે કહ્યું તેવું રોગસહિત શરીર હોવા છતાં અતિ ભયંકર સ્થાનમાં વસીને યોગ (સ્વરૂપની એકાગ્રતા) વધારવાની તત્પરતા હોવી તે ધોરપરાક્રમતપઋદ્ધિ-૬. ઘણા કાળથી બ્રહ્યચર્યના ધારક મુનિને અતિશય ચારિત્રના જોરથી (મોહનીયકર્મનો ક્ષયોપશમ થતાં) ખોટાં સ્વપ્નાંઓનો નાશ થવો તે ધોરબ્રહ્યચર્યતપઋદ્ધિ છે-૭. આ પ્રમાણે સાત પ્રકારની તપઋદ્ધિ છે.