અ. ૩ સૂત્ર ૩૯ ] [ ૨૬૭ જંબુદ્વીપ છે. જંબુદ્વીપની વચમાં એક લાખ યોજન સુમેરુ પર્વત છે, એક હજાર યોજન જમીનની અંદર તેનું મૂળ છે, નવ્વાણું હજાર યોજન જમીનની ઉપર છે, અને ચાલીશ યોજનની તેની ચૂલિકા (ચોટલી) છે.
ર. જંબુદ્વીપની વચમાં પશ્ચિમ-પૂર્વ લાંબા છ કુલાચલ (પર્વત) છે, તેનાથી જંબુદ્વીપના સાત ખંડ થઈ ગયા છે, તે સાત ખંડોના નામ-ભરત, હૈમવત્, હરિ, વિદેહ, રમ્યક્, હૈરણ્યવત્ અને ઐરાવત છે.
જંબુદ્વીપની ચારે તરફ ખાઈની માફક વિંટાયેલો બે લાખ યોજન પહોળો લવણ સમુદ્ર છે.
લવણસમુદ્રની ચારે બાજુ વિંટાએલ ચાર લાખ યોજન પહોળો ધાતકીખંડદ્વીપ છે. આ દ્વીપમાં મેરુ પર્વત છે, તેમ જ ક્ષેત્ર તથા કુલાચલ (પર્વત) વગેરેની બધી રચના જંબુદ્વીપથી બમણી છે.
૧. કાલોદધિસમુદ્રની ચારે બાજુ વિંટાયેલ સોળ લાખ યોજન પહોળો પુષ્કરદ્વીપ છે. આ દ્વીપની વચોવચ વલય (ચૂડીના) આકારે પૃથ્વી ઉપર એક હજાર બાવીસ (૧૦રર) યોજન પહોળો, સત્તરસો એકવીસ (૧૭ર૧) યોજન ઊંચો અને ચારસો સત્તાવીશ (૪ર૭) યોજન જમીનની અંદર જડવાળો માનુષોત્તર પર્વત છે, અને તેનાથી પુષ્કરદ્વીપના બે ખંડ થયા છે.
ર. પુષ્કરદ્વીપના પહેલા અર્ધાભાગમાં જંબુદ્વીપથી બમણી અર્થાત્ ધાતકી ખંડની બરાબર સર્વે રચના છે.
જંબુદ્વીપ, ધાતકીખંડ, પુષ્કરાર્ધ (પુષ્કરદ્વીપનો અર્ધો ભાગ), લવણસમુદ્ર અને કાલોદધિસમુદ્ર- એટલા ક્ષેત્રને નરલોક કહેવાય છે.