૩૩૮ ] [ મોક્ષશાસ્ત્ર
(મળવાથી) અથવા ભેદસંઘાત બન્નેથી [उत्पद्यन्ते] પુદ્ગલસ્કંધોની ઉત્પત્તિ થાય છે.
(૧) પુદ્ગલદ્રવ્યની વિશિષ્ટતા આગલા સૂત્રો બતાવતાં અણુ અને સ્કંધ બે પ્રકાર બતાવ્યા; ત્યારે સ્કંધોની ઉત્પત્તિ શી રીતે થાય છે તે પ્રશ્ન ઊઠે છે; તેના ખુલાસારૂપે ઉત્પત્તિનાં ત્રણ કારણો જણાવ્યાં. સૂત્રમાં દ્વિવચન નહિ વાપરતાં બહુવચન (संघातेभ्यः) વાપર્યું છે, તેથી ભેદ-સંઘાતનો ત્રીજો પ્રકાર વ્યક્ત થાય છે.
(૨) દ્રષ્ટાંતઃ- એકસો પરમાણુનો સ્કંધ છે તેમાંથી દશ પરમાણુ છૂટાં પડી જવાથી નેવું પરમાણુનો સ્કંધ બન્યો; એ ભેદનું દ્રષ્ટાંત છે. તેમાં (એકસો પરમાણુના સ્કંધમાં) દશ પરમાણું મળવાથી એકસો ને દશ પરમાણુનો સ્કંધ થયો; એ સંઘાતનું દ્રષ્ટાંત છે. તેમાં જ એકીસાથે દશ પરમાણુ છૂટા પડવાથી અને પંદર પરમાણુ મળી જવાથી એકસો ને પાંચ પરમાણુનો સ્કંધ થયો તે ભેદ-સંઘાતનું દ્રષ્ટાંત છે. ।। ૨૬।।
અર્થઃ– [अणुः] અણુની ઉત્પત્તિ [भेदात्ः] ભેદથી થાય છે. ।। ૨૭।।
અર્થઃ– [चाक्षुषः] ચક્ષુઇન્દ્રિયથી દેખાવાયોગ્ય સ્કંધ [भेदसंघाताभ्यां] ભેદ અને સંઘાત બન્નેના એકત્રપણાથી ઉત્પન્ન થાય છે, એકલા ભેદથી નહિ.
(૧) પ્રશ્નઃ- ચક્ષુઇન્દ્રિયગોચર ન હોય એવા સ્કંધ ચક્ષુગોચર શી રીતે થાય? ઉત્તરઃ- સૂક્ષ્મ સ્કંધનો ભેદ થાય અને તે જ વખતે ચક્ષુઇન્દ્રિયગોચર સ્કંધમાં તે સંઘાતરૂપ થાય એટલે તે ચક્ષુગોચર થઈ જાય છે. સૂત્રમાં ‘चाक्षुषः’ શબ્દ વાપર્યો છે તેનો અર્થ ચક્ષુઇન્દ્રિયગોચર થાય છે. સ્કંધ નેત્રઇન્દ્રિયગોચર એકલા ભેદથી કે એકલા સંઘાતથી થતો નથી (જુઓ, રાજવાર્તિક સૂત્ર ૨૮ ની ટીકા, પાન ૩૯૧ઃ અર્થપ્રકાશિકા. પા. ૨૧૦).