અ. પ ઉપસંહાર ] [ ૩૬૭ શકે નહિ કેમ કે તે અસંયોગી છે અને તેનો કોઈ ભાગ છૂટો પડીને બીજે રહી શકે નહિ તેમ જ કોઈને આપી શકાય નહિ; इ. બજારમાંથી જડ વસ્તુઓ લાવીને તેનો ખોરાક બનાવી, તેને ખાવાથી આ સંયોગી પદાર્થ-શરીર બન્યું છે, તેના કટકા-ભાગ થઈ શકે છે; પરંતુ જ્ઞાન બજારમાંથી મળે નહિ; કોઈ પોતાનું જ્ઞાન બીજાને આપી શકે નહિ પરંતુ પોતાના અભ્યાસથી જ જ્ઞાન વધારી શકાય; અસંયોગી અને પોતામાંથી આવતું હોવાથી જ્ઞાન પોતાને જ-આતમાને જ અવલંબનારું છે.
(૭) ‘જ્ઞાન’ ગુણવાચક નામ છે; તે ગુણી વિના હોય નહિ, માટે જ્ઞાનગુણની ધારક એવી એક વસ્તુ છે. તેને જીવ, આત્મા, સચેતન પદાર્થ, ચૈતન્ય ઇત્યાદિ નામોથી ઓળખી શકાય છે. આ રીતે જીવ પદાર્થ જ્ઞાનસહિત, અસંયોગી, અરૂપી સાબિત થયો અને તેનાથી વિરુદ્ધ શરીર જ્ઞાનરહિત, અજીવ, સંયોગી, રૂપી પદાર્થ સાબિત થયું; તે ‘પુદ્ગલ’ નામથી ઓળખાય છે. શરીર સિવાયના બીજા જે જે પદાર્થો દ્રશ્યમાન થાય છે તે બધા પણ શરીરની જેમ પુદ્ગલ જ છે.
(૮) વળી, જ્ઞાનનું જ્ઞાનપણું કાયમ ટકીને તેમાં વધઘટ થાય છે. તે વધઘટને જ્ઞાનની તારતમ્યતારૂપ અવસ્થા કહેવામાં આવે છે. શાસ્ત્રપરિભાષામાં તેને ‘પર્યાય’ કહે છે. નિત્ય જે જ્ઞાનપણું ટકી રહે છે તે ‘જ્ઞાનગુણ’ છે.
(૯) શરીર સંયોગી સાબિત થયું તેથી તે વિયોગ સહિત જ હોય. વળી શરીરના નાના નાના ભાગ કરીએ તો ઘણા થાય અને બાળતાં રાખ થાય. તેથી એમ સાબિત થયું કે શરીર અનેક રજકણોનો પિંડ છે. જેમ જીવ અને જ્ઞાન ઇન્દ્રિયગમ્ય નથી પણ વિચાર (Reasoning) ગમ્ય છે; તેમ પુદ્ગલરૂપ અવિભાગી રજકણ તે પણ ઇન્દ્રિયગમ્ય નથી, પણ જ્ઞાનગમ્ય છે.
(૧૦) શરીર તે મૂળ વસ્તુ નથી પણ અનેક રજકણોનો પિંડ છે અને રજકણ સ્વતંત્ર વસ્તુ છે એટલે કે અસંયોગી પદાર્થ છે.
(૧૧) જીવ અને રજકણ અસંયોગી છે તેથી અનાદિ અનંત છે એમ સિદ્ધ થયું, કેમ કે જે પદાર્થ કોઈ સંયોગથી ઉત્પન્ન થયો ન હોય તેનો ક્યારેય નાશ પણ હોય નહિ.
(૧૨) શરીર એક સ્વતંત્ર પદાર્થ નથી પણ અનેક પદાર્થોની સંયોગી અવસ્થા છે. અવસ્થા હંમેશાં શરૂઆત સહિત જ હોય તેથી શરીર શરૂઆત સહિત છે. તે સંયોગી હોવાથી વિયોગી છે.
૬. જીવ અનેક અને અનાદિ અનંત છે, તથા રજકણો અનેક અને અનાદિ અનંત છે. એક જીવ બીજા કોઈ જીવ સાથે પિંડરૂપ થઈ શકે નહિ; પરંતુ રજકણો પિંડરૂપ