અ. પ ઉપસંહાર ] [ ૩૮૭ ભાવનું પ્રત્યાખ્યાન (ત્યાગ) કરતો નથી તેવી જ રીતે સમસ્ત પરદ્રવ્યનું પ્રત્યાખ્યાન ન કરતો આત્મા તેના નિમિત્તથી થવાવાળા ભાવને ત્યાગતો નથી.” આમાં જીવનો બંધસાધકભાવ નૈમિત્તિક છે અને તે પરદ્રવ્ય નિમિત્ત છે.
ગ્રંથાધિરાજ પંચાધ્યાયી શાસ્ત્રમાં નયાભાસોનું વર્ણન છે તેમાં ‘જીવ શરીરનું કાંઈ પણ કરી શકતો નથી-પરસ્પર બંધ્ય-બંધકભાવ નથી’ એમ કહીને શરીર અને આત્માને નિમિત્ત-નૈમિત્તિકભાવનું પ્રયોજન શું છે? તેના ઉત્તરમાં પ્રત્યેક દ્રવ્ય સ્વયં અને સ્વતઃ નિજશક્તિથી પરિણમન કરે છે ત્યાં નિમિત્તપણાનું કાંઈ પ્રયોજન જ નથી એવું સમાધાન શ્લોક નં. પ૭૧ માં કહ્યું છે.
अथचेदवश्यमेतन्निमित्त नैमित्तिकत्वमास्तिमिथः। न यतः स्वयं स्वतो वा परिणममानस्य किं निमित्ततया।। ५७१।।
[एतन्निमित्तनैमित्तिकत्वं] એ બન્નેમાં નિમિત્તનૈમિત્તિકપણું [अवश्यंअस्ति] અવશ્ય છે’ તો આ પ્રકારનું કથન પણ [ना] બરાબર નથી; [यतः] કારણ કે [स्वयं वा स्वतः] સ્વયં અથવા સ્વતઃ [परिणममानस्य] પરિણમનારી વસ્તુને [निमित्ततया] નિમિત્તપણાથી [किम्?] શું ફાયદો છે? અર્થાત્ સ્વતઃ પરિણમનશીલ વસ્તુને નિમિત્તકારણથી કાંઈ જ પ્રયોજન નથી. આ વિષયમાં સ્પષ્ટતા માટે પંચાધ્યાયી ભા. ૧ શ્લોક પ૬પ થી પ૮પ સુધી દેખવું જોઈએ.
આ રીતે છ દ્રવ્યનું સ્વરૂપ અનેક પ્રકારે વર્ણવ્યું. આ છ દ્રવ્યોમાં સમયે સમયે પરિણમન થાય છે, તેને ‘પર્યાય’ (હાલત, અવસ્થા, Condition) કહેવાય છે. ધર્મ-અધર્મ-આકાશ અને કાળ એ ચાર દ્રવ્યોના પર્યાય તો સદાય શુદ્ધ જ છે; બાકીના જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાં શુદ્ધ પર્યાય હોય છે અથવા અશુદ્ધ પર્યાય પણ હોઈ શકે છે.
જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાંથી પણ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેનામાં જાણપણું નથી અને તેથી તેનામાં જ્ઞાનની ઊંધાઈરૂપ ભૂલ નથી; માટે પદ્ગલને સુખ કે દુઃખ હોતાં નથી. સાચા જ્ઞાન વડે સુખ અને ઊંધા જ્ઞાન વડે દુઃખ થાય છે, પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાનગુણ જ નથી, તેથી તેને સુખદુખ નથી; તેનામાં સુખગુણ જ નથી.