અ. ૧ સૂત્ર પ] [૧૭ કારણો છે, તથા સંવર, નિર્જરા અને મોક્ષ એ સુખનાં કારણો છે; માટે જીવાદિ સાત તત્ત્વોનું શ્રદ્ધાન કરવાની જરૂરિયાત છે. આ સાત તત્ત્વોની શ્રદ્ધા વગર શુદ્ધભાવ પ્રગટ થઈ શકે નહિ. ‘સમ્યગ્દર્શન’ તે જીવના શ્રદ્ધાગુણની શુદ્ધ અવસ્થા છે; માટે તે શુદ્ધભાવ પ્રગટ કરવા માટે સાત તત્ત્વોનાં શ્રદ્ધા-જ્ઞાન અનિવાર્ય છે. જે જીવ આ સાત તત્ત્વોની શ્રદ્ધા કરે તે જ પોતાના જીવ એટલે શુદ્ધાત્માને જાણી તે તરફ પોતાનો પુરુષાર્થ વાળી સમ્યગ્દર્શન પ્રગટાવી શકે છે. આ સાત (અથવા પુણ્ય-પાપ સહિત નવ) તત્ત્વ સિવાય બીજાં કોઈ ‘તત્ત્વ’ નથી-એમ સમજવું. .।। ૪।।
न्यासः] તે સાત તત્ત્વો તથા સમ્યગ્દર્શનાદિનો લોકવ્યવહાર થાય છે.
(૧) બોલનારના મુખથી નીકળેલા શબ્દોના, અપેક્ષાના વશે જુદાજુદા અર્થો થાય છે; તે અર્થોમાં વ્યભિચાર (દોષ) ન આવે અને સાચો અર્થ કેમ થાય તે બતાવવા આ સૂત્ર કહ્યું છે.
(ર) એ અર્થોના સામાન્ય પ્રકાર ચાર કરવામાં આવ્યા છે. પદાર્થના ભેદને ન્યાસ અથવા નિક્ષેપ કહેવામાં આવે છે. (પ્રમાણ અને નયના અનુસારે પ્રચલિત થયેલા લોકવ્યવહારને નિક્ષેપ કહે છે) જ્ઞેય પદાર્થ અખંડ છે છતાં તેને જાણતાં જ્ઞેય પદાર્થના જે ભેદ (-અંશ, પડખાં) કરવામાં આવે છે તેને નિક્ષેપ કહે છે. તે અંશને જાણનાર જ્ઞાનને નય કહે છે. નિક્ષેપ નયનો વિષય છે. નય નિક્ષેપનો વિષય કરનાર (વિષયી) છે.
નામનિક્ષેપઃ– ગુણ, જાતિ કે ક્રિયાની અપેક્ષારહિત માત્ર ઈચ્છાનુસાર કોઈનું નામ રાખવું તે નામનિક્ષેપ છે. જેમ કોઈનું નામ ‘જિનદત્ત’ રાખ્યું, ત્યાં જોકે તે જિનદેવનો દીધેલો નથી તો પણ લોકવ્યવહાર (ઓળખવા) માટે તેનું ‘જિનદત્ત’ નામ રાખવામાં આવ્યું છે. એક વસ્તુની ઓળખાણ થઈ જાય તેટલા જ માટે માત્ર જે સંજ્ઞા આપવામાં આવી હોય તેને નામનિક્ષેપ કહેવામાં આવે છે.
સ્થાપનાનિક્ષેપઃ– અનુપસ્થિત (હાજર ન હોય એવી) કોઈ વસ્તુનો બીજી ઉપસ્થિત વસ્તુમાં સંબંધ યા મનોભાવના જોડીને આરોપ કરી દેવો કે ‘આ તે જ