Moksha Shastra (Gujarati). Sutra: 6 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 22 of 655
PDF/HTML Page 77 of 710

 

અ. ૧ સૂત્ર ૬] [૧૯ વર્તમાનકાળમાં તે બન્નેમાં વિદ્યમાન નથી, અને તેટલે દરજ્જે બન્નેમાં આરોપ છે. (ઈંગ્લિશ તત્ત્વાર્થસૂત્ર પાનું-૧૧)

(૬) પાંચમા સૂત્રનો સિદ્ધાંત

ભગવાનના નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપ તે શુભભાવનાં નિમિત્ત છે, તેથી વ્યવહાર છે; દ્રવ્યનિક્ષેપ તે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોવાથી પોતાનો શુદ્ધ પર્યાય થોડા વખતમાં પ્રગટશે એમ સૂચવે છે. ભાવનિક્ષેપ તે નિશ્ચયપૂર્વક પોતાનો શુદ્ધ પર્યાય હોવાથી ધર્મ છે, એમ સમજવું. નિશ્ચય અને વ્યવહારનયનો ખુલાસો હવે પછીના સૂત્રની ટીકામાં કરવામાં આવ્યો છે. ।। ।।

સમ્યગ્દર્શનાદિ તથા તત્ત્વોને જાણવાનો ઉપાય
प्रमाणनयैरधिगमः।। ६।।
અર્થઃ– સમ્યગ્દર્શનાદિ રત્નત્રય અને જીવાદિ તત્ત્વોનું [अधिगमः] જ્ઞાન

[प्रमाणनयैः] પ્રમાણ અને નયોથી થાય છે.

ટીકા

(૧) પ્રમાણઃ– સાચા જ્ઞાનને-નિર્દોષ જ્ઞાનને અર્થાત્ સમ્યગ્જ્ઞાનને પ્રમાણ કહે છે. અનંત ગુણ યા ધર્મના સમુદાયરૂપ પોતાનું તથા પરવસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. પ્રમાણ વસ્તુના સર્વ દેશને (બધાં પડખાંને) ગ્રહણ કરે છે- જાણે છે.

(ર) નયઃ– પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક દેશને જે જ્ઞાન ગ્રહણ કરે તેને નય કહે છે. પ્રમાણ દ્વારા નક્કી થયેલ અનંત ધર્માત્મક વસ્તુના એક એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. વસ્તુઓમાં ધર્મ અનંત છે તેથી તેના અવયવો અનંત સુધી થઈ શકે છે, અને તેથી અવયવના જ્ઞાનરૂપ નય પણ અનંત સુધી થઈ શકે છે. શ્રુતપ્રમાણના વિકલ્પ, ભેદ કે અંશને નય કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાનમાં જ નયરૂપ અંશ પડે છે. જે નય છે તે પ્રમાણસાપેક્ષરૂપ હોય છે. (મતિ, અવધિ કે મનઃ- પર્યયજ્ઞાનમાં નયના ભેદ પડતા નથી.)

(2) “Right belief is not identical with blind faith. Its authority is neither external nor autocratic. It is reasoned knowledge. It is a sort of a sight of a thing. You cannot doubt its testimony. So long as there is doubt, there is no right belief. But doubt must not be suppressed, it must be destroyed. Things