૯૬ સમયસાર નાટક
છે અને શુભકર્મ સારું છે અથવા અશુભકર્મ ખરાબ છે, એ ભેદ મટીને બન્ને
એકસરખા ભાસવા લાગે છે, જેની પૂર્ણ કળાના પ્રકાશમાં લોક-અલોક બધું ઝળકવા
લાગે છે, તે કેવળજ્ઞાનરૂપ ચંદ્રમાનું અવલોકન કરીને પં. બનારસીદાસજી મસ્તક
નમાવીને વંદન કરે છે. ૨.
પુણ્ય–પાપની સમાનતા (સવૈયા એકત્રીસા)
जैसैं काहू चंडाली जुगल पुत्र जनें तिनि,
एक दीयौबांभनकै एक घर राख्यौ है।
बांभन कहायौ तिनि मद्य मांस त्याग कीनौ,
चंडाल कहायौ तिनि मद्य मांस चाख्यौ है।।
तैसैं एक वेदनी करमके जुगल पुत्र,
एक पाप एक पुन्न नाम भिन्न भाख्यौ है।
दुहूं मांहि दौरधूप दोऊ कर्मबंधरूप,
यातैं ग्यानवंतनहि कोउ अभिलाख्यौ है।। ३।।
શબ્દાર્થઃ– જુગલ=બે. બાંભન=બ્રાહ્મણ. ભિન્ન=જુદા. ભાખ્યૌ=કહ્યા.
દૌરધૂપ=ભટકવું. અભિલાખ્યૌ=ઈચ્છયું.
અર્થઃ– જેવી રીતે કોઈ ચંડાળણીને બે પુત્ર થયા, તેમાંથી તેણે એક પુત્ર
બ્રાહ્મણને આપ્યો અને એક પોતાના ઘરમાં રાખ્યો. જે બ્રાહ્મણને આપ્યો તે બ્રાહ્મણ
કહેવાયો અને મદ્ય-માંસનો ત્યાગી થયો, પણ જે ઘરમાં રહ્યો તે ચંડાળ કહેવાયો
અને મદ્ય-માંસનો ભક્ષક થયો. તેવી જ રીતે એક વેદનીય કર્મના પાપ અને પુણ્ય
ભિન્ન ભિન્ન નામ વાળા બે પુત્ર છે, તે બન્નેમાં સંસારનું ભટકવું છે અને બન્ને
બંધ-પરંપરાને વધારે છે તેથી જ્ઞાનીઓ કોઈની પણ અભિલાષા કરતા નથી.
_________________________________________________________________
एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमाना–
दन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव।
द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः
शुद्रौ साक्षादपिच चरतो जातिभेदभ्रमेण।। २।।