૧૦૬ સમયસાર નાટક
મૂઢ ક્રિયા તથા વિચક્ષણ ક્રિયાનું વર્ણન. (સવૈયા એકત્રીસા)
जैसैं मतवारौ कोऊ कहै और करै और,
तैसैं मूढ़ प्रानी विपरीतता धरतु है।
असुभ करम बंध कारन बखानै मानै,
मुकतिके हेतु सुभ–रीति आचरतु है।।
अंतर सुद्रष्टि भई मूढ़ता बिसर गई,
ग्यानकौ उदोत भ्रम–तिमिर हरतु है।
करनीसौं भिन्न रहै आतम–सुरूप गहै,
अनुभौ अरंभि रस कौतुक करतु है।। १६।।
શબ્દાર્થઃ– મતવારૌ=નશામાં ઉન્મત્ત. મૂઢપ્રાની=અજ્ઞાની જીવ. બખાનૈ=કહે.
માનૈ=શ્રદ્ધા કરે. બિસર ગઈ=દૂર થઇ ગઈ. ઉદોત=પ્રકાશ.
અર્થઃ– જેમ કોઈ પાગલ મનુષ્ય કહે છે કાંઈક અને કરે છે કાંઈક, તેવી જ
રીતે મિથ્યાદ્રષ્ટિ જીવમાં વિપરીતભાવ રહે છે, તે અશુભ કર્મને બંધનું કારણ સમજે
છે અને મુક્તિ માટે શુભ આચરણ કરે છે. પણ સાચું શ્રદ્ધાન થતાં અજ્ઞાન નષ્ટ
થવાથી જ્ઞાનનો પ્રકાશ મિથ્યા-અંધકારને દૂર કરે છે અને ક્રિયાથી વિરક્ત થઈને
આત્મસ્વરૂપનું ગ્રહણ કરીને, અનુભવ ધારણ કરી પરમરસમાં આનંદ કરે છે. ૧૬.
_________________________________________________________________
भेदोन्मादं भ्रमरसभरान्नाटयत्पीतमोहं
मूलोन्मूलं सकलमपि तत्कर्मकृत्वा बलेन।
हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि
ज्ञानज्योतिः कवलिततमः प्रोज्जजृम्भे भरेण।। १३।।
એ પ્રમાણે પુણ્ય–પાપાધિકાર પૂર્ણ.