ખુલાસો આ રીતે છે કે “જાવત શુદ્ધોપયોગ પાવત નહીં મનોગ, તાવત હી ગ્રહણ
જોગ કહી પુન્ન કરની” ની રીતે સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક અને મુનિ, પાપ પરિણતિથી
બચીને શુભોપયોગનું અવલંબન લે છે અને શુભ પરિણતિ તેને આસ્રવ જ ઉત્પન્ન
કરે છે. તેને જે ગુણશ્રેણીરૂપ નિર્જરા થાય છે તે શુદ્ધોપયોગના બળથી થાય છે,
શુભોપયોગ તો આસ્રવ જ કરે છે. ભાવ એ છે કે જેટલા અંશે રાગ છે તેટલા અંશે
બંધ છે અને જેટલા અંશે જ્ઞાન તથા નિશ્ચયચારિત્ર છે તેટલા અંશે બંધ નથી, તેથી
પુણ્યને પણ પાપ સમાન હેય જાણીને શુદ્ધોપયોગનું શરણ લેવું જોઈએ.