૧૧૦ સમયસાર નાટક
અર્થઃ– જેણે સંસારના બધા જ ત્રસ-સ્થાવર જીવોને શક્તિહીન કરીને પોતાને
આધીન કર્યા છે એવો મહા અભિમાની આસ્રવરૂપ મહા યોદ્ધો મૂછ મરડીને લડાઈનો
ઝંડો સ્થાપીને ઊભો થયો. એટલામાં ત્યાં અચાનક જ જ્ઞાન નામનો મહાયોદ્ધો
સવાયું બળ ઉત્પન્ન કરીને આવ્યો. તેણે આસ્રવને પછાડયો અને રણથંભ તોડી
નાખ્યો. આવા જ્ઞાનરૂપી યોદ્ધાને જોઈને પં. બનારસીદાસજી હાથ જોડીને નમસ્કાર
કરે છે. ૨.
દ્રવ્યાસ્રવ, ભાવાસ્રવ અને સમ્યગ્જ્ઞાનનું લક્ષણ (સવૈયા તેવીસા)
दर्वित आस्रव सो कहिए जहं,
पुग्गल जीवप्रदेस गरासै।
भावित आस्रव सो कहिए जहं,
राग विरोध विमोह विकासै।।
सम्यक पद्धति सो कहिए जहं,
दर्वित भावित आस्रव नासै।
ग्यान कला प्रगटै तिहि थानक,
अंतर बाहिर और न भासै।। ३।।
શબ્દાર્થઃ– દર્વિત આસ્રવ=પુદ્ગલ પરમાણુઓનું આગમન. ગરાસૈ=ઘેરી લે.
ભાવિત આસ્રવ=દ્રવ્ય આસ્રવમાં કારણભૂત આત્માની વિભાવ પરિણતિ.
પદ્ધતિ=ચાલ. ગ્યાન કલા=જ્ઞાનજ્યોતિ.
અર્થઃ– આત્મપ્રદેશોમાં પુદ્ગલનું આગમન તે દ્રવ્યાસ્રવ છે, જીવના રાગ-દ્વેષ-
મોહરૂપ પરિણામ ભાવાસ્રવ છે, દ્રવ્યાસ્રવ અને ભાવાસ્રવનો અભાવ આત્માનું સમ્યક્
સ્વરૂપ છે. જ્યાં જ્ઞાનકળા પ્રગટ થાય છે ત્યાં અંતરંગ અને બહિરંગમાં જ્ઞાન સિવાય
બીજું કાંઈ દેખાતું નથી. ૩.
_________________________________________________________________
भावो रागद्वेषमोहैर्विना यो जीवस्य स्याद्ज्ञाननिर्वृत एव।
रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौघान् एषोडभावः सर्वभावास्रवाणाम्।। २२।।