૧૧૨ સમયસાર નાટક
પહોંચી શકતું નથી તે. ઉદ્દિમ=ઉદ્યોગ. પતન=નાશ. જતન=ઉપાય. ભૌ-જળ
(ભવજળ)=સંસાર-સાગર. સુવિચચ્છન=પંડિત.
અર્થઃ– જેમને મન જાણી શકે એવા બુદ્ધિગમ્ય અશુદ્ધ પરિણામોમાં આત્મબુદ્ધિ
કરતો નથી અને મનને અગોચર અર્થાત્ બુદ્ધિગમ્ય ન હોય એવા અશુદ્ધભાવ ન
થવા દેવામાં સાવધાન રહે છે; એ રીતે પર પરિણતિનો નાશ કરીને અને
મોક્ષમાર્ગમાં પ્રયત્ન કરીને જે સંસાર-સાગરને તરે છે તે સમ્યગ્જ્ઞાની નિરાસ્રવી
કહેવાય છે, તેમની વિદ્વાનો સદા પ્રશંસા કરે છે.
ભાવાર્થઃ– વર્તમાન કાળના અશુદ્ધ પરિણામોમાં આત્મબુદ્ધિ કરતા નથી અને
ભૂતકાળમાં થયેલા રાગાદિ પરિણામોને પોતાના માનતા નથી અથવા આગામી
કાળમાં થવાવાળા વિભાવ મારા નથી એવું શ્રદ્ધાન હોવાથી જ્ઞાની જીવ સદા નિરાસ્રવ
રહે છે. પ.
શિષ્યનો પ્રશ્ન. (સવૈયા તેવીસા)
ज्यौं जगमैं विचरै मतिमंद,
सुछंद सदा वरतैबुध तैसो।
चंचल चित्त असंजित वैन,
सरीर–सनेह जथावत जैसो।।
भोग संजोग परिग्रह संग्रह,
मोह विलासकरै जहं ऐसो।
पूछत सिष्य आचारजसौं यह,
सम्यकवंत निरास्रवकैसो।। ६।।
શબ્દાર્થઃ– વિચરૈ=વર્તન કરે. સુછંદ (સ્વચ્છન્દ)=મનમાન્યું બુધ=જ્ઞાની.
વૈન=વચન. સનેહ (સ્નેહ)=પ્રેમ. સંગ્રહ =એકઠું કરવું.
_________________________________________________________________
सर्वस्यामेव जीवन्त्यां द्रव्यप्रत्ययसंततौ।
कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मति।। ५।।