૧૨૨ સમયસાર નાટક
અંધકાર. અખંડ=પૂર્ણ. અંડવત=અંડાકાર. વિસતાર=ફેલાવો. ગિલિવેકૌં=ગળી જવાને
માટે. બ્રહમંડ (બ્રહ્માંડ)=ત્રણ લોક. વિકાસ=અજવાળું. અલિપ્ત=અલગ. આકાસ-
ખંડ=આકાશનો પ્રદેશ. ભાન (ભાનુ)=સૂર્ય. રુચિ-રેખ=કિરણરેખા, પ્રકાશ.
દંડવત=પ્રમાણ.
અર્થઃ– જે આત્માનો ઘાતક છે અને આત્મ-અનુભવથી રહિત છે એવો
આસ્રવરૂપ મહા અંધકાર અખંડ ઈંડાની જેમ જગતના બધા જીવોને ઘેરી રહેલ છે.
તેનો નાશ કરવાને માટે ત્રણ લોકમાં ફેલાતા સૂર્ય જેવો જેનો પ્રકાશ છે અને જેમાં
સર્વ પદાર્થો પ્રતિબિંબિત થાય છે અને પોતે તે બધા પદાર્થોના આકારરૂપ થાય છે*,
તોપણ આકાશના પ્રદેશની જેમ તેમનાથી અલિપ્ત રહે છે, તે જ્ઞાનરૂપી સૂર્ય શુદ્ધ
સંવરના વેશમાં છે, તેના પ્રકાશને અમારા પ્રણામ છે. ૨.
ભેદવિજ્ઞાનનું મહત્ત્વ (સવૈયા એકત્રીસા)
सुद्ध सुछंद अभेद अबाधित,
भेद–विग्यान सुतीछन आरा।
अंतरभेद सुभाव विभाऊ,
करै जड़–चेतनरूप दुफारा।।
सो जिन्हके उरमैं उपज्यौ,
न रुचै तिन्हकौं परसंग–सहारा।
आतमकौ अनुभौ करि ते,
हरखैं परखैं परमातम–धारा।। ३।।
શબ્દાર્થઃ– સુદ્ધ (શુદ્ધ)=નિર્વિકાર. સુછંદ (સ્વચ્છંદ)=સ્વતંત્ર. અભેદ=ભેદ
રહિત-એક. અબાધિત=બાધા રહિત. સુતીછન (સુતીક્ષ્ણ)=અતિશય તીક્ષ્ણ.
આરા=કરવત. દુફારા=બેભાગ.
_________________________________________________________________
* ‘જ્ઞાયક જ્ઞેયાકાર’ અથવા ‘જ્ઞેયાકાર જ્ઞાનની પરિણતિ’ એ વ્યવહાર-વચન છે.
चैद्रूप्यं जडरूपतां च दधतोः कृत्वा विभागं द्वयो–
रन्तर्दारुणदारुणेन परितो ज्ञानस्य रागस्य च।
भेदज्ञानमुदेत्ति निर्मलमिदं मोदध्वमध्यासिताः
शुद्धज्ञानघनौघमेकमधुना सन्तो द्वितीयच्युताः।। २।।