૧૩૬ સમયસાર નાટક
વળી-
ध्यान धरै करै इंद्रिय–निग्रह,
विग्रहसौं न गनै निज नत्ता।
त्यागि विभूति विभूति मढै तन,
जोग गहै भवभोग–विरत्ता।।
मौन रहै लहि मंदकषाय,
सहै बध बंधन होइन तत्ता।
ए करतूति करै सठ पै,
समुझै न अनातम–आतम–सत्ता।। १०।।
શબ્દાર્થઃ– નિગ્રહ=દમન કરવું. વિગ્રહ=શરીર. નત્તા (નાતા)=સંબંધ.
વિભૂતિ=ધન-સંપત્તિ. વિભૂતિ=ભસ્મ (રાખ). મઢે=લગાવે. જોગ =ત્યાગ૧. વિરત્તા
(વિરક્ત)=ત્યાગી. તત્તા (તપ્ત)=ક્રોધિત, દુઃખી.
અર્થઃ– આસન લગાવીને ધ્યાનકરે છે, ઈન્દ્રિયોનું દમન કરે છે, શરીર સાથે
પોતાના આત્માનો કાંઈ સંબંધ ગણતો નથી, ધન-સંપત્તિનો ત્યાગ કરે છે, શરીરને
રાખથી ચોળે છે૨, પ્રાણાયામ આદિ યોગસાધના કરે છે, સંસાર અને ભોગોથી
વિરક્ત રહે છે, મૌન ધારણ કરે છે, કષાયોને મંદ કરે છે. , વધ-બંધન સહન કરીને
દુઃખી થતો નથી. તે મૂર્ખ આવી ક્રિયાઓ કરે છે પરંતુ આત્મસત્તા અને
અનાત્મસત્તાનો ભેદ જાણતો નથી. ૧૦.
(ચોપાઈ)
जो बिनु ग्यान क्रिया अवगाहै।
जो बिनु क्रिया मोखपदचाहै।।
जो बिनु मोख कहै मैं सुखिया।
सो अजानमूढनिमैं मुखिया।। ११।।
_________________________________________________________________
૧. દોહા- આસન પ્રાણાયામ, યમ, નિયમ ધારણા ધ્યાન;
પ્રત્યાહાર સમાધિ યે, અષ્ટ યોગ પહિચાન. ૨. સ્નાન આદિ ન કરવાથી.