૧૪૨ સમયસાર નાટક
સમ્યગ્જ્ઞાનને સમુદ્રની ઉપમા. (સવૈયા એકત્રીસા)
जाके उर अंतर निरंतर अनंत दर्व,
भाव भासि रहे पै सुभाव न टरतु है।
निर्मलसौं निर्मल सु जीवन प्रगट जाके,
घटमैं अघट–रस कौतुक करतु है।।
जामैं मति श्रुति औधि मनपर्यै केवल सु,
पंचधा तरंगनि उमंगि उछरतु है।
सो है ग्यान उदधि उदार महिमा अपार,
निराधार एकमैंअनेकता धरतु है।। २०।।
શબ્દાર્થઃ– અંતર=અંદર. અઘટ=પૂર્ણ. ઔધિ (અવધિ)=દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-
ભાવની મર્યાદાથી રૂપી પદાર્થોને એકદેશ સ્પષ્ટ જાણનાર જ્ઞાન. પંચધા=પાંચ
પ્રકારની. તરંગનિ=લહેરો. ગ્યાન ઉદધિ=જ્ઞાનનો સમુદ્ર. નિરધાર=સ્વતંત્ર.
અર્થઃ– જે જ્ઞાનરૂપ સમુદ્રમાં અનંત દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયો સહિત હંમેશાં
ઝળકે છે, પણતે,તે દ્રવ્યોરૂપ થતો નથી અને પોતાના જ્ઞાયક સ્વભાવને છોડતો નથી.
તે અત્યંત નિર્મળ જળરૂપ આત્મા પ્રત્યક્ષ છે જે પોતાના પૂર્ણ રસમાં મોજ કરે છે
તથા જેમાં મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય અને કેવળજ્ઞાન આ પાંચ પ્રકારની લહેરો
ઊઠે છે, જે મહાન છે, જેનો મહિમા અપરંપાર છે, જે નિજાશ્રિત છે તે જ્ઞાન એક છે
તોપણ જ્ઞેયોને જાણવાની અનેકતા સહિત છે.
ભાવાર્થઃ– અહીં જ્ઞાનને સમુદ્રની ઉપમા આપી છે. સમુદ્રમાં રત્નાદિ અનંત
દ્રવ્યો રહે છે, જ્ઞાનમાં પણ અનંત દ્રવ્યો પ્રતિબિંબિત થાય છે. સમુદ્ર રત્નાદિરૂપ થઈ
જતો નથી, જ્ઞાન પણ જ્ઞેયરૂપ થતું નથી. સમુદ્રનું જળ નિર્મળ રહે છે, જ્ઞાન પણ
નિર્મળ રહે છે. સમુદ્ર પરિપૂર્ણ રહે છે, જ્ઞાન પણ પરિપૂર્ણ રહે છે. સમુદ્રમાં લહેરો
ઉત્પન્ન થાય છે.
_________________________________________________________________
*ઘટ=ઓછું. અઘટ=ઓછું નહિ, સંપૂર્ણ.
अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो
निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव।
यस्याभिन्नरसः स एव भगवानेकोऽप्यनेकीभवन्
वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः।। ९।।