નિર્જરા દ્વાર ૧૪૯
સામાન્ય–વિશેષ પરિગ્રહનો નિર્ણય (દોહરા)
त्याग जोग परवस्तु सब,यह सामान्य विचार।
विविध वस्तु नाना विरति, यह विशेष विस्तार।। ३१।।
શબ્દાર્થઃ– પરવસ્તુ=પોતાના આત્મા સિવાય અન્ય સર્વ ચેતન-અચેતન
પદાર્થ. સામાન્ય=સાધારણ. વિરતિ=ત્યાગ.
અર્થઃ– પોતાના આત્મ સિવાય અન્ય સર્વ ચેતન-અચેતન પરપદાર્થ ત્યાગવા
યોગ્ય છે એ સામાન્ય ઉપદેશ છે અને તેમનો અનેક પ્રકારે ત્યાગ કરવો એ
પરિગ્રહનો વિશેષ ત્યાગ છે.
ભાવાર્થઃ– મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ ચૌદ અંતરંગ પરિગ્રહ અને ધન-
ધાન્યાદિ દસ બાહ્ય પરિગ્રહ-આ બધાનો ત્યાગ એ સામાન્ય ત્યાગ છે અને
મિથ્યાત્વનો ત્યાગ, અવ્રતનો ત્યાગ, કષાયનો ત્યાગ, કુકથાનો ત્યાગ, પ્રમાદનો
ત્યાગ, અભક્ષ્યનો ત્યાગ, અન્યાયનો ત્યાગ આદિ વિશેષ ત્યાગ છે. ૩૧.
પરિગ્રહમાં રહેવા છતાં પણ જ્ઞાની જીવ નિષ્પરિગ્રહી છે.
(ચોપાઈ)
पूरव करम उदै रस भुंजै,
ग्यान मगनममता न प्रयुंजै।
उरमैं उदासीनता लहिये,
यौं बुध परिग्रहवंत न कहिये।। ३२।।
શબ્દાર્થઃ– પૂરવ(પૂર્વ)=પહેલાનાં. ભુંજૈ=ભોગવે. પ્રયુંજૈ=લીન થાય.
ઉદાસીનતા=વૈરાગ્ય. બુધ=સમ્યગ્દ્રષ્ટિ.
અર્થઃ– જ્ઞાની જીવ પૂર્વે બાંધેલા કર્મના ઉદયથી સુખ-દુઃખ બન્ને ભોગવે છે
પણ તેઓ તેમાં મમતા અને રાગ-દ્વેષ કરતા નથી, જ્ઞાનમાં જ મસ્ત રહે છે તેથી
તેમને નિષ્પરિગ્રહી જ કહ્યા છે. ૩૨.
_________________________________________________________________
पूर्वबद्धनिजकर्मविपाकात्ज्ञानिनो यदि भवत्युपभोगः।
तद्भवत्वथ च रागवियोगात् नूनमेति न परिग्रहभावम्।। १४।।