૧પ૨ સમયસાર નાટક
पहिरै सहजकौ सनाह मनमैं उछाह,
ठानै सुख–राह उदवेग न लहतु है।। ३५।।
શબ્દાર્થઃ– સમાધિ=ધ્યાન. સનાહ=બખ્તર. ઉછાહ=ઉત્સાહ. ઉદવેગ=આકુળતા.
અર્થઃ– જેમ કોઈ બળવાન પુરુષ જંગલમાં જઈને મધપૂડો તોડે છે તો તેને
ઘણી મધમાખીઓ ચોંટી જાય છે, પણ તેણે કામળો ઓઢેલો હોવાથી તેને તેમના ડંખ
લાગી શકતા નથી. તેવી જ રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવ ઉદયની ઉપાધિ રહેવા છતાં પણ
મોક્ષમાર્ગને સાધે છે, તેમને જ્ઞાનનું સ્વાભાવિક બખ્તર પ્રાપ્ત છે, તેથી આનંદમાં રહે
છે- ઉપાધિજનિત આકુળતા વ્યાપતી નથી, સમાધિનું કામ આપે છે.
ભાવાર્થઃ– ઉદયની ઉપાધિ સમ્યગ્જ્ઞાની જીવોને નિર્જરાનું જ કારણ છે તેથી તે
તેમને ચારિત્ર અને તપનું કામ દે છે, તેથી તેમની ઉપાધિ પણ સમાધિ છે. ૩પ.
જ્ઞાની જીવ સદા અબંધ છે. (દોહરા)
ग्यानी ग्यानमगन रहै, रागादिक मल खोइ।
चित उदास करनी करै, करम बंध नहि होइ।। ३६।।
શબ્દાર્થઃ– મલ=દોષ. ખોઈ=દૂર કરીને. કરની=ક્રિયા.
અર્થઃ– જ્ઞાની મનુષ્ય રાગ-દ્વેષ-મોહ આદિ દોષોને દૂર કરી જ્ઞાનમાં મસ્ત રહે
છે અને શુભાશુભ ક્રિયા વૈરાગ્ય સહિત કરે છે, તેથી તેને કર્મબંધ થતો નથી. ૩૬.
વળી–
मोहमहातम मल हरै, धरै सुमति परकास।
मुकति पंथ परगट करै, दीपक ग्यान विलास।। ३७।।
_________________________________________________________________
ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः।
लिप्यते सकलकर्मभिरेषः कर्ममध्यपतितोऽपि ततो न।। १७।।