૧૬૨ સમયસાર નાટક
જેની ઉત્પત્તિ છે તેનો નાશ છે, જેનો સંયોગ છે તેનો વિયોગ છે અને પરિગ્રહ-
સમૂહ જંજાળ સમાન છે. આ રીતે ચિંતવન કરવાથી ચિત્તમાં આ ભવનો ભય
ઊપજતો નથી. જ્ઞાનીઓ પોતાના આત્માને સદા નિષ્કલંક અને જ્ઞાનરૂપ દેખે છે તેથી
નિઃશંક રહે છે. પ૦.
પરભવ–ભય મટાડવાનો ઉપાય. (છપ્પા)
ग्यानचक्र मम लोक, जासु अवलोकमोख–सुख।
इतर लोक मम नाहिं, नाहिं जिसमाहिं दोख दुख।।
पुन्न सुगतिदातार, पाप दुरगति पद–दायक।
दोऊ खंडित खानि, मैं अखंडित सिवनायक।।
इहविधि विचार परलोक–भय,
नहि व्यापत वरतै सुखित।
ग्यानी निसंक निकलंक निज,
ग्यानरूप निरखंत नित।। ५१।।
શબ્દાર્થઃ– જાસુ=જેને. ઇતર=બીજા. ખંડિત=નાશવંત. અખંડિત=અવિનાશી.
સિવનાયક=મોક્ષનો રાજા.
અર્થઃ– જ્ઞાનનો પિંડ આત્મા જ અમારો લોક છે, જેમાં મોક્ષનું સુખ મળે છે.
જેમાં દોષ અને દુઃખ છે એવા સ્વર્ગ આદિ અન્ય લોક મારા નથી! નથી! નથી!
સુગતિ આપનાર પુણ્ય અને દુઃખદાયક દુર્ગતિનું પદ આપનાર પાપ છે, તે બન્ને ય
નાશવંત છે અને હું અવિનાશી છું-મોક્ષપુરીનો બાદશાહ છું. એવો વિચાર કરવાથી
પરલોકનો ભય સતાવતો નથી. જ્ઞાની મનુષ્ય પોતાના આત્માને સદા નિષ્કલંક અને
જ્ઞાનરૂપ દેખે છે તેથી નિઃશંક રહે છે. પ૧.
મરણનો ભય મટાડવાનો ઉપાય. (છપ્પા)
फरस जीभ नासिका, नैन अरु श्रवन अच्छ इति।
मन वच तन बल तीन, स्वास उस्वास आउ–थिति।।