XVl
કવિવર બનારસીદાસજી
(સંક્ષિપ્ત જીવન-પરિચય)
જો કે જૈન ધર્મના ધારક અનેક વિદ્વાનો ભારત-ભૂમિને પવિત્ર બનાવી ગયા
છે તો પણ કોઈએ પોતાનું જીવન-ચરિત્ર લખીને આપણી અભિલાષા તૃપ્ત કરી
નથી. પરંતુ આ ગ્રંથના નિર્માતા સ્વર્ગીય પંડિત બનારસીદાસજી આ દોષથી મુક્ત
છે. તેમણે પોતે પોતાની કલમથી પંચાવન વર્ષ સુધીનું અંતર્બાહ્ય સત્ય ચરિત્ર લખીને
જૈનસાહિત્યને પવિત્ર કર્યું છે અને એક ઘણી મોટી ત્રુટિને પૂરી કરી છે.
શ્રીમાન્નું પવિત્ર ચરિત્ર ‘બનારસીવિલાસ’ માં જૈન ઈતિહાસના આધુનિક
શોધક શ્રીમાન્ પં. નાથૂરામજી પ્રેમીએ છપાવ્યું હતું, તેના આધારે સંક્ષિપ્તરૂપે અહીં
ઉદ્ધૃત કરીએ છીએ.
મધ્ય ભારતમાં રોહતકપુર પાસે બિહોલી નામનું એક ગામ છે. ત્યાં
રજપૂતોની વસ્તી છે. એક વખતે બિહોલીમાં જૈનમુનિનું શુભાગમન થયું. મુનિરાજના
વિદ્વત્તાપૂર્ણ ઉપદેશ અને પવિત્ર ચારિત્રથી મુગ્ધ થઈને ત્યાંના બધા રજપૂતો જૈન
થઈ ગયા. અને-
પહિરી માલા મંત્રકી, પાયો કુલ શ્રીમાલ;
થાપ્યો ગોત બિહોલિયા, બીહોલી–રખપાલ.
નવકારમંત્રની માળા પહેરીને શ્રીમાળ કુળની સ્થાપના કરી અને બિહોલીયા
ગોત્ર રાખ્યું. બિહોલીયા કુળે ખૂબ વૃદ્ધિ પ્રાપ્ત કરી અને દૂર દૂર સુધી ફેલાઈ ગયું.
આ કુળમાં પરંપરાગત સંવત્ ૧૬૪૩ ના મહા મહિનામાં શ્રી બનારસીદાસજીનો જન્મ
થયો.
બાલ્યકાળ
હરષિત કહૈ કુટુંબ સબ, સ્વામી પાસ સુપાસ;
દુહુંકો જનમ બનારસી, યહ બનારસીદાસ.
બાળક ખૂબ લાડકોડથી મોટો થવા લાગ્યો. માતા-પિતાનો પુત્ર ઉપર અસીમ
પ્રેમ હતો. એક ઉપર પુત્ર કોને પ્રેમ ન હોય? સંવત ૧૬૪૮માં પુત્ર સંગ્રહણી નામના