બંધ દ્વાર ૧૭૭
શક્તિ પ્રમાણે પુરુષાર્થ કરે છે પણ ફળની અભિલાષા રાખતા નથી અને હૃદયમાં
સદા દયાભાવ રાખે છે, નિર્દય હોતા નથી. પ્રમાદ અને પુરુષાર્થહીનતા તો
મિથ્યાત્વદશામાં જ હોય છે જ્યાં જીવ મોહનિદ્રાથી અચેત રહે છે, સમ્યકત્વભાવમાં
પુરુષાર્થહીનતા નથી. ૬.
ઉદયની પ્રબળતા (દોહરા)
जब जाकौ जैसौ उदै, तब सो है तिहि थान।
सकति मरोरै जीवकी, उदैमहा बलवान।। ७।।
શબ્દાર્થઃ– જાકૌ= જેના. થાન=સ્થાન. ઉદૈ (ઉદય)=કર્મનો વિપાક.
અર્થઃ– જ્યારે જે જીવનો જેવો ઉદય હોય છે ત્યારે તે જીવ તેની જેમ જ વર્તે
છે. કર્મનો ઉદય બહુ જ પ્રબળ હોય છે તે જીવની શક્તિઓને કચડી નાખે છે અને
તેને પોતાના ઉદયને અનુકૂળ પરિણમાવે છે. ૭.
ઉદયની પ્રબળતા પર દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
जैसैं गजराज परयौ कर्दमकै कुंडबीच,
उद्दिम अहूटै पै न छूटै दुख–दंदसौं।
जैसैं लोह–कंटककी कोरसौं उरइयौ मीन,
ऐंचत असाता लहै साता लहै संदसौं।।
जैसैं महाताप सिर वाहिसौं गरास्यौ नर,
तकै निज काज उठि सकै न सुछंदसौं।
तैसैं ग्यानवन्त सब जानै न बसाइ कछू,
बंध्यौ फिरै पूरब करम–फल–फंदसौं।। ८।।
શબ્દાર્થઃ– ગજરાજ=હાથી. કર્દમ=કીચડ. કંટક=કાંટો. કોર=અણી.
ઉરઝયો=ફસાયેલી. મીન = માછલી. સંદસૌં = છૂટવાથી.
અર્થઃ– જેવી રીતે કાદવના ખાડામાં પડેલો હાથી અનેક પ્રયત્નો કરવા છતાં
પણ દુઃખથી છૂટતો નથી, જેવી રીતે લોઢાના કાંટામાં ફસાયેલી માછલી દુઃખ પામે