બંધ દ્વાર ૧૮૯
અર્થઃ– હું કહું છું કે મેં આ કામ કર્યું (જે બીજાથી બની શકે નહિ), હવે પણ
હું જેવું કહું છું તેવું જ કરીશ જેનામાં આવા અહંકારરૂપ વિપરીતભાવ હોય છે તે
મિથ્યાદ્રષ્ટિ હોય છે.૨૪.
વળી– (દોહરા)
अहंबुद्धि मिथ्यादसा, धरै सो मिथ्यावंत।
विकल भयौ संसारमैं, करै विलाप अनंत।। २५।।
અર્થઃ– અહંકારનો ભાવ મિથ્યાત્વ છે, આ ભાવ જે જીવમાં હોય છે તે
મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાદ્રષ્ટિ સંસારમાં દુઃખી થઈને ભટકે છે અને અનેક પ્રકારના
વિલાપ કરે છે. ૨પ.
મૂઢ મનુષ્ય વિષયોથી વિરક્ત હોતા નથી (સવૈયા એકત્રીસા)
रविकै उदोत अस्त होत दिन दिन प्रति,
अंजुलिकै जीवन ज्यौं जीवन घटतु है।
कालकैं ग्रसत छिन छिन होत छीन तन,
आरेके चलत मानौ काठ सौ कटतु है।।
ऐते परि मूरख न खौजै परमारथकौं,
स्वारथकै हेतु भ्रम भारत ठटतु है।
लगौ फिरै लोगनिसौं पग्यौ परै जोगनिसौं,
विषैरस भोगनिसौं नेकु न हटतुहै।। २६।।
શબ્દાર્થઃ– જીવન=પાણી. જીવન=જિંદગી. આરા=કરવત. પરમારથ (પરમાર્થ)
= મોક્ષ. સ્વારથ (સ્વાર્થ)=પોતાનું ભલું કરવું તે. લોગનિ=લૌકિક-પર વસ્તુ.
પગ્યૌ=લીન. નેકુ=જરા પણ.
અર્થઃ– જેવી રીતે ખોબામાંથી પાણી ક્રમે ક્રમે ઘટે છે, તેવી જ રીતે સૂર્યના
ઉદય-અસ્ત થાય છે અને પ્રતિદિન જિંદગી ઓછી થાય છે. જેવી રીતે કરવત
_________________________________________________________________
अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः।
तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत्।। ९।।