મોક્ષ દ્વાર ૨૧પ
જ્ઞાનનું ભોજન ખાય છે, પોતાની અનંત જ્ઞાનરૂપ સંપત્તિ ચિત્ત-રૂપ દર્પણમાં દેખે છે,
મર્મની વાત અર્થાત્ આત્માનું સ્વરૂપ બતાવે છે, મિથ્યાત્વરૂપ નગર ભસ્મ કરે છે,
સદ્ગુરુની વાણીનું ગ્રહણ કરે છે, ચિત્તમાં સ્થિરતા લાવે છે, જગતની હિતકારી
બનીને રહે છે, ત્રિલોકનાથની ભક્તિમાં અનુરાગ કરે છે, મુક્તિની અભિલાષા
ઉત્પન્ન કરે છે; એવો સુબુદ્ધિનો વિલાસ છે. પ.
સમ્યગ્જ્ઞાનીનું મહત્ત્વ. (સર્વ વર્ણ ગુરુ સવૈયા એકત્રીસા)
राणाकौसौ बाना लीनै आप साधै थाना चीनै,
दानाअंगी नानारंगी खाना जंगी जोधा है।
मायाबेली जेती तेती रेतेमैं धारेती सेती,
फंदाहीकौ कंदा खौदै खेतीकौसौ लोधा है।।
बाधासेती हांता लोरै राधासेती तांता जोरै,
बांदीसेती नाता तोरै चांदीकौसौ सोधा है।
जानै जाही ताही नीकै मानै राही पाही पीकै,
ठानै बातैं डाही ऐसौ धाराबाही बोधा है।। ६।।
શબ્દાર્થઃ– રાણા = બાદશાહ. બાના = વેશ. થાના = સ્થાન. ચીનૈ =
ઓળખે. દાનાઅંગી = પ્રતાપી. ખાના જંગી જોધા = યુદ્ધમાં મહા શૂરવીર. કંદા =
કાંસના મૂળિયા. ખેતીકૌસૌ લોધા = ખેડૂત જેવો. બાધા = ક્લેશ. હાંતા લોરૈ =
અલગ કરે છે. તાંતા = દોર. બાંદી = દાસી. નાતા= સંબંધ. ડાહી = હોશિયારી.
બોધા = જ્ઞાની.
અર્થઃ– ભેદવિજ્ઞાની જ્ઞાતાએ રાજા જેવું રૂપ બનાવેલું છે, તે પોતાના
આત્મરૂપ સ્વદેશની રક્ષા માટે પરિણામોની સંભાળ રાખે છે અને આત્મસત્તા
ભૂમિરૂપ સ્થાનને ઓળખે છે. પ્રશમ, સંવેગ, અનુકંપા આદિની સેના સંભાળવામાં
દાના અર્થાત્ પ્રવીણ હોય છે, શામ, દામ, દંડ, ભેદ આદિ કળાઓમાં શુકળ રાજાની
સમાન છે, તપ, સમિતિ, ગુપ્તિ, પરિષહ-જય, ધર્મ, અનુપ્રેક્ષા આદિ અનેક રંગ
ધારણ કરે છે, કર્મરૂપી શત્રુઓને જીતવામાં ઘણો બહાદુર છે, માયારૂપી જેટલું લોઢું