Natak Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 471

 

background image
XXll
ગયા પછી તરત જ બારણામાં પગ નાખીને દાખલ થઈ ગયા. આ ક્રિયાથી તેમને
મસ્તક નમાવવું ન પડયું. બાદશાહ તેમની આ બુદ્ધિમત્તાથી ખૂબ પ્રસન્ન થયા અને
બોલ્યાઃ કવિરાજ, શું ઈચ્છો છો? આ વખતે જે માગો તે મળશે. કવિવરે ત્રણ વાર
વચનબદ્ધ કરીને કહ્યું, જહાંપનાહ! એ ઈચ્છું છું આજ પછી ફરી કોઈ વાર દરબારમાં
મને બોલાવવામાં ન આવે. બાદશાહ વચનબદ્ધ હોવાથી બહુ દુઃખી થયા અને ઉદાસ
થઈને બોલ્યા, કવિવર આપે સારું ન કર્યું. આટલું કહીને તે અંતઃપુરમાં ચાલ્યા ગયા
અને કેટલાય દિવસો સુધી દરબારમાં ન આવ્યા. કવિવર પોતાના આત્મધ્યાનમાં
લવલીન રહેવા લાગ્યા.
એક વાર ગોસ્વામી તુલસીદાસજી બનારસીદાસની કાવ્ય-પ્રશંસા સાંભળીને
પોતાના કેટલાક શિષ્યો સાથે આગ્રા આવ્યા અને કવિવરને મળ્‌યા. કેટલાક દિવસોના
સમાગમ પછી તેઓ પોતાની બનાવેલી રામાયણની એક પ્રત ભેટ આપીને વિદાય
થઈ ગયા અને પાર્શ્વનાથ સ્વામીની સ્તુતિ બે-ત્રણ કવિતાઓ સહિત જે
બનારસીદાસજીએ ભેટ આપી હતી તે સાથે લેતા ગયા. ત્યાર પછી બે-ત્રણ વર્ષે
જ્યારે બન્ને શ્રેષ્ઠ કવિઓનો ફરીથી મેળાપ થયો, ત્યારે તુલસીદાસજીએ રામાયણના
સૌન્દર્ય વિષે પ્રશ્ન કર્યો, જેના ઉત્તરમાં કવિવરે એક કવિતા તે જ સમયે બનાવીને
સંભળાવી-
વિરાજૈ રામાયણ ઘટમાંહિં;
મરમી હોય મરમ સો જાનૈ,
મૂરખ માનૈ નાહિં;
વિરાજૈરામાયણ
૧.
આતમ રામ જ્ઞાન ગુન લછમન, સીતા સુમતિસમેત;
શુભપયોગ વાનરદલ મંડિત, વર વિવેક રનખેત...વિરાજૈ...૨.
ધ્યાન ધનુષ ટંકાર શોર સુનિ, ગઈ વિષયદિતિ ભાગ;
ભઈ ભસ્મ મિથ્યામત લંકા, ઉઠી ધારણા આગ...વિરાજૈ...૩.
જરે અજ્ઞાન ભાવ રાક્ષસકુલ, લરે નિકાંછિત સૂર;
જૂઝે રાગદ્વેષ સેનાપતિ, સંસૈ ગઢ ચકચૂર...વિરાજૈ...૪.
_________________________________________________________________
૧. સૂર્પનખા સાક્ષસી.