મોક્ષ દ્વાર ૨૨૭
साधी दधि मंथमैं अराधी रस पंथनिमैं,
जहां तहां ग्रंथनिमैं सत्ताहीकौ सोर है।
ग्यान भान सत्तामैं सुधा निधान सत्ताहीमैं,
सत्ताकी दुरनि सांझ सत्ता मुख भोर है।।
सत्ताकौ सरूप मोख सत्ता भूल यहै दोष,
सत्ताके उलंघे धूमधाम चहूं वोरहै।
सत्ताकी समाधिमैं विराजि रहै सोई साहू,
सत्तातैं निकसि और गहै सोई चोर है।। २३।।
શબ્દાર્થઃ– દધિ = દહીં. મંથમૈં = વલોવવામાં. રસ પંથ = રસનો ઉપાય.
સોર (શોર) = આંદોલન. સત્તા = વસ્તુનું અસ્તિત્વ, મૌજૂદગી. ધૂમધામ ચહૂં વોર
= ચાર ગતિમાં ભ્રમણ. સમાધિ = અનુભવ. સાહૂ = ભલો માણસ. ગહૈ = ગ્રહણ
કરે.
અર્થઃ– દહીંના મંથનથી ઘીની સત્તા સાધવામાં આવે છે, ઔષધિઓની
ક્રિયામાં રસની સત્તા છે, શાસ્ત્રોમાં જ્યાં-ત્યાં સત્તાનું જ કથન છે, જ્ઞાનનો સૂર્ય
સત્તામાં છે, અમૃતનો પુંજ સત્તામાં છે, સત્તાને છૂપાવવી એ સાંજના૧ અંધકાર
સમાન છે અને સત્તાને મુખ્ય કરવી એ સવારના૨ સૂર્યનો ઉદય કરવા સમાન છે.
સત્તાનું સ્વરૂપ જ મોક્ષ છે, સત્તાનું ભૂલવું તે જ જન્મ-મરણ આદિ દોષરૂપ સંસાર
છે, પોતાની આત્મસત્તાનું ઉલ્લંઘન કરવાથી ચાર ગતિમાં ભટકવું પડે છે. જે
આત્મસત્તાના અનુભવમાં વિરાજમાન છે તે જ ભલો માણસ છે અને જે આત્મસત્તા
છોડીને અન્યની સત્તાનું ગ્રહણ કરે છે તે જ ચોર છે. ૨૩.
આત્મસત્તાનો અનુભવ નિર્વિકલ્પ છે. (સવૈયા એકત્રીસા)
जामैं लोक–वेद नांहि थापना उछेद नांहि,
पाप पुन्न खेद नांहि क्रिया नांहि करनी।
जामैं राग दोष नांहि जामैं बंध मोख नांहि,
जामैं प्रभु दास न अकासनांहि धरनी।।
_________________________________________________________________
૧-૨. સાંજના અંધકારનો ભાવ એ જણાય છે કે અજ્ઞાનનો અંધકાર વધતો જાય. પ્રભાતના સૂર્યોદયનો
એ ભાવ જણાય છે કે જ્ઞાનનો પ્રકાશ વધતો જાય.