સર્વવિશુદ્ધિ દ્વાર ૨પ૭
સદૈવ રહેતો નથી. પ્રથમ સમયે જે જીવ છે તે બીજા સમયે૧ રહેતો નથી. ૨૯. તેથી
મારા વિચાર પ્રમાણે જે કર્મ કરે છે તે કોઈ હાલતમાં પણ ભોક્તા થઈ શકતો નથી,
ભોગવનાર બીજો જ હોય છે. ૩૦.
બૌદ્ધમતવાળાઓનો એકાંત વિચાર દૂર કરવા માટે દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. (દોહરા)
यह एकंत मिथ्यात पख, दूर करनकै काज।
चिद्विलास अविचल कथा, भाषै श्री जिनराज।। ३१।।
बालापन काहू पुरुष, देख्यौ पुर एक कोइ।
तरुन भए फिरिकैं लख्यौ, कहै नगर यह सोइ।। ३२।।
जो दुहु पनमें एक थौ तौ तिनि सुमिरन कीय।
और पुरुषकौ अनुभव्यौ, और न जानैं जीय।। ३३।।
जब यह वचन प्रगट सुन्यौ, सुन्यौ जैनमत सुद्ध।
तब इकंतवादी पुरुष, जैन भयौ प्रतिबुद्ध।। ३४।।
અર્થઃ– આ એકાંતવાદનો મિથ્યાપક્ષ દુર કરવા માટે શ્રીમદ્ જિનેન્દ્રદેવ
આત્માના નિત્ય સ્વરૂપનું કથન કરતાં કહે છે. ૩૧. કે કોઈ માણસે બાળપણમાં કોઈ
શહેર જોયું અને પછી કેટલાક દિવસો પછી યુવાન અવસ્થામાં તે જ શહેર જોયું તો
કહે છે કે આ તે જ શહેર છે જે પહેલાં જોયું હતું. ૩૨. બન્ને અવસ્થાઓમાં તે એક
જ જીવ હતો તેથી તો એણે યાદ કર્યું, કોઈ બીજા જીવનું જાણેલું તે જાણી શકતો
નહોતો. ૩૩. જ્યારે આ જાતનું સ્પષ્ટ કથન સાંભળ્યું અને સાચો જૈનમતનો ઉપદેશ
મળ્યો ત્યારે તે એકાંતવાદી મનુષ્ય જ્ઞાની થયો અને તેણે જૈનમત અંગીકાર કર્યો.
૩૪.
_________________________________________________________________
૧. એક સેકન્ડમાં અસંખ્ય સમય હોય છે.