સર્વવિશુદ્ધિ દ્વાર ૨૬પ
याही भांति आतम दरबके अनेक अंग,
एक मानै एककौं न मानै सो कुमति है।
टेक डारि एकमैं अनेक खोजैं सो सुबुद्धि,
खोजी जीवै वादी भरे सांचि कहवति है।। ४५।।
શબ્દાર્થઃ– યાહી ભાંતિ = આ રીતે. કુમતિ = મિથ્યાજ્ઞાન. ખોજૈ = ગોતે.
સુબુદ્ધિ = સમ્યગ્જ્ઞાન. ખોજી = ઉદ્યોગી.
અર્થઃ– જીવ પદાર્થના લક્ષણમાં ભેદ નથી, સર્વ જીવ સમાન છે, તેથી
વેદાંતીનો માનેલો અદ્વૈતવાદ સત્ય છે. જીવના ઉદયમાં ગુણોના તરંગો ઉઠે છે, તેથી
મીમાંસકનો માનેલો ઉદય પણ સત્ય છે. જીવમાં અનંત શક્તિ હોવાથી સ્વભાવમાં
પ્રવર્તે છે, તેથી નૈયાયિકનું માનેલું, ઉદ્યમ અંગ પણ સત્ય છે. જીવની પર્યાયો ક્ષણે
ક્ષણે બદલે છે, તેથી બૌદ્ધમતીનો માનેલો ક્ષણિકભાવ પણ સત્ય છે. જીવના પરિણામ
કાળના ચક્રની જેમ ફરે છે અને તે પરિણામોના પરિણમનમાં કાળદ્રવ્ય સહાયક છે,
તેથી શૈવોનો માનેલો કાળ પણ સત્ય છે. આ રીતે આત્મપદાર્થના અનેક અંગ છે.
એકને માનવું અને એકને ન માનવું એ મિથ્યાજ્ઞાન છે અને દુરાગ્રહ છોડીને એકમાં
અનેક ધર્મો ગોતવા એ સમ્યગ્જ્ઞાન છે. તેથી સંસારમાં જે કહેવત છે કે, ‘ખોજી પાવે
વાદી મરે’ તે સત્ય છે. ૪પ.
સ્યાદ્વાદનું વ્યાખ્યાન (સવૈયા એકત્રીસા)
एकमैं अनेक है अनेकहीमैं एक है सो,
एक न अनेककछु कह्यो न परतु है।
करता अकरता है भोगता अभोगता है,
उपजै न उपजत मूएं न मरतु है।।
बोलत विचारत न बोलै न विचारै कछू,
भेखकौ न भाजन पै भेखसौ धरतु है।