સર્વવિશુદ્ધિ દ્વાર ૨૬૭
तैसैं न करै न भुंजै अथवा करै सो भुंजै,
और करै और भुंजै सब नय प्रवांन है।
जदपि तथापि विकलप विधि त्याग जोग,
निरविकलप अनुभौ अमृत पानहै।। ४८।।
શબ્દાર્થઃ– સંવારી = સજાવી. મુક્ત માલ = મોતીઓની માળા. વિગ્યાન =
ચતુરાઈ. મગન = મસ્ત. અમૃત પાન = અમૃત પીવું તે.
અર્થઃ– જેમ કોઈ ચતુર મનુષ્યે મોતીની માળા બનાવી, માળા બનાવવામાં
અનેક પ્રકારની ચતુરાઈ કરવામાં આવી, પરંતુ પહેરનાર માળા બનાવવાની
કારીગીરી ઉપર ધ્યાન દેતો નથી, મોતીની શોભામાં મસ્ત થઈને આનંદ માને છે;
તેવી જ રીતે જોકે જીવ ન કર્તા છે, ન ભોક્તા છે, જે કર્તા છે તે જ ભોક્તા છે, કર્તા
બીજો છે, ભોક્તા બીજો છે; આ બધા નય માન્ય છે તો પણ અનુભવમાં આ બધી
વિકલ્પ-જાળ ત્યાગવા યોગ્ય છે, કેવળ નિર્વિકલ્પ અનુભવનું જ અમૃતપાન કરવાનું
છે. ૪૮.
કયા નયથી આત્મા કર્મોનો કર્તા છે અને કયા નયથી નથી. (દોહરા)
दरब करम करता अलख, यह विवहार कहाउ।
निहचै जोजैसौ दरब, तैसौ ताकौ भाउ।। ४९।।
શબ્દાર્થઃ– દરબ કરમ (દ્રવ્યકર્મ) = જ્ઞાનાવરણીય આદિ કર્મોની ધૂળ. અલખ
= આત્મા. તાકૌ = તેનો. ભાઉ = સ્વભાવ.
અર્થઃ– દ્રવ્યકર્મનો કર્તા આત્મા છે એમ વ્યવહારનય કહે છે, પણ
નિશ્ચયનયથી તો જે દ્રવ્ય જેવું છે તેનો તેવો જ સ્વભાવ હોય છે-અર્થાત્ અચેતન
દ્રવ્ય અચેતનનો કર્તા છે અને ચેતનભાવનો કર્તા ચૈતન્ય છે. ૪૯.
_________________________________________________________________
व्यावहारिकद्रशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते।
निश्चयेन यदि वस्तु चिन्त्यते कर्तृ कर्म च सदैकमिष्यते।। १८।।