૨૯૮ સમયસાર નાટક
કળા-કૌશલ જુદા છે, વચનચાતુરી જુદી છે, આઠ મહા ઋદ્ધિઓ૧ જુદી છે, સિદ્ધિઓ૨
જુદી છે અને આ કોઈ જ્ઞાન નથી. ૧૧૧.
આત્મા સિવાય બીજે જ્ઞાન નથી (સવૈયા એકત્રીસા)
भेषमैं न ग्यान नहि ग्यान गुरु वर्तनमैं,
मंत्र जंत्रतंत्रमैं न ग्यानकी कहानी है।
ग्रंथमैं न ग्यान नहि ग्यान कवि चातुरीमैं,
बातनिमैं ग्यान नहि ग्यानकहा बानी है।।
तातैं भेष गुरुता कवित्त ग्रंथ मंत्र बात,
इनतैं अतीत ग्यान चेतना निसानी है।
ग्यानहीमैं ग्यान नहि ग्यान और ठौर कहूं,
जाकै घट ग्यान सोई ग्यानका निदानी है।। ११२।।
શબ્દાર્થઃ– મંત્ર = ઝાપટવું, ફુંકવું. જંત્ર = તાવીજ. તંત્ર = ટોટકા. કહાની =
વાત. ગ્રંથ = શાસ્ત્ર. નિસાની = ચિહ્ન. બાની = વચન. ઠૌર = સ્થાન. નિદાની =
કારણ.
અર્થઃ– વેશમાં જ્ઞાન નથી, મહંતજી બનીને ફરવામાં જ્ઞાન નથી, મંત્ર, તંત્ર,
જંત્રમાં જ્ઞાનની વાત નથી, શાસ્ત્રમાં જ્ઞાન નથી, કવિતા-કૌશલ્યમાં જ્ઞાન નથી,
વ્યાખ્યાનમાં જ્ઞાન નથી, કારણ કે વચન જડ છે, તેથી વેશ, ગુરુપણું, કવિતા, શાસ્ત્ર,
મંત્ર-તંત્ર, વ્યાખ્યાન એનાથી ચૈતન્યલક્ષણનું ધારક જ્ઞાન જુદું છે. જ્ઞાન જ્ઞાનમાં જ
છે, બીજે નથી. જેમના હૃદયમાં જ્ઞાન ઉત્પન્ન થયું છે તે જ જ્ઞાનનું મૂળકારણ અર્થાત્
આત્મા છે. ૧૧૨.
_________________________________________________________________
૧. આઠ ઋદ્ધિઓ-
दोहा –अणिमा महिमा गरमिता, लघिमा प्राप्ती काम।
वशीकरण अरु ईशता, अष्टरिद्धिके नाम।।
૨. આઠ સિદ્ધિઓ-આચાર, શ્રુત, શરીર, વચન, વાચન, બુદ્ધિ, ઉપયોગ અને સંગ્રહ સંલીનતા.