૩૦૦ સમયસાર નાટક
શબ્દાર્થઃ– પ્રગટ = સાક્ષાત્. તથાપિ = તોપણ. વિગત = રહિત. તરંગ =
વિકલ્પ. સુધી = ભેદવિજ્ઞાની.
અર્થઃ– જોકે કરુણાભાવ જ્ઞાનનું સાક્ષાત્ અંગ છે, તોપણ અનુભવની પરિણતિ
નિર્વિકલ્પ રહે છે. ૧૧૪. જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાપૂર્વક આત્મસ્વરૂપમાં
સ્થિર થઈને મોક્ષમાર્ગને સાધે છે, તે જ ભેદવિજ્ઞાની અનુભવી છે. ૧૧પ.
આત્મ–અનુભવનું પરિણામ. (સવૈયા એકત્રીસા)
जोई द्रिग ग्यान चरनातममैं बैठि ठौर,
भयौ निरदौर पर वस्तुकौं न परसै।
सुद्धता विचारै ध्यावै सुद्धतामैं केलि करै,
सुद्धतामैं थिर ह्वै अमृत–धाराबरसै।।
त्यागि तन कष्ट ह्वै सपष्ट अष्ट करमकौ,
करि थान भ्रष्ट नष्ट करै और करसै।
सो तौ विकलप विजई अलप काल मांहि,
त्यागि भौ विधान निरवान पद परसै।। ११६।।
શબ્દાર્થઃ– નિરદૌર = પરિણામોની ચંચળતા રહિત. થાન (સ્થાન) = ક્ષેત્ર.
પરસૈ (સ્પર્શે) = અડે. કેલિ = મોજ. સપષ્ટ (સ્પષ્ટ) = ખુલાસો. કરસૈ (કૃશ
કરે) = જીર્ણ કરે. વિકલપ વિજઈ = વિકલ્પોની જાળને જીતનાર. અલપ (અલ્પ)
= થોડું. ભૌ વિધાન = જન્મ-મરણના ફેરા. નિરવાન (નિર્વાણ) = મોક્ષ.
અર્થઃ– જે કોઈ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મામાં અત્યંત દ્રઢ સ્થિર
થઈને વિકલ્પ જાળને દૂર કરે છે અને તેના પરિણામે પરપદાર્થોને અડતા પણ નથી.
જે આત્મશુદ્ધિની ભાવના અને ધ્યાન કરે છે અથવા શુદ્ધ આત્મામાં મોજ કરે છે
અથવા એમ કહો કે શુદ્ધ આત્મામાં સ્થિર થઈને આત્મીય આનંદની અમૃત ધારા
વરસાવે છે, તે શારીરિક કષ્ટોને ગણતા નથી અને સ્પષ્ટપણે આઠે કર્મોની સત્તાને
શિથિલ અને વિચલિત કરી નાંખે છે, તથા તેમની નિર્જરા અને નાશ કરે છે. તે
નિર્વિકલ્પ જ્ઞાની થોડા જ સમયમાં જન્મ-મરણરૂપ સંસાર છોડીને પરમધામ અર્થાત્
મોક્ષ પામે છે. ૧૧૬.