૩૪૨ સમયસાર નાટક
અર્થઃ– શ્રીગુરુ આત્મ-પદાર્થના સ્વરૂપનું વર્ણન કરે છે, તે સાંભળીને
બુદ્ધિમાન માણસો ધારણ કરે છે અને મૂર્ખાઓ તેનો મર્મ જ સમજતા નથી. ૧૪.
ઉપરના દોહરાનું દ્રષ્ટાંત દ્વારા સમર્થન (સવૈયા એકત્રીસા)
जैसैं काहू नगरके वासी द्वै पुरुष भूले,
तामैंएक नर सुष्ट एक दुष्ट उरकौ।
दोउ फिरैं पुरके समीप परे ऊटवमैं,
काहू और पथिकसौं पूछैं पंथ पुरकौ।।
सो तौ कहै तुमारौ नगर है तुमारे ढिग,
मारग दिखावै समुझावै खोज पुरकौ।
एतेपर सुष्ट पहचानै पै न मानै दुष्ट,
हिरदै प्रवांन तैसे उपदेस गुरुकौ।। १५।।
શબ્દાર્થઃ– વાસી = રહેનાર. સુષ્ટ = સમજણો. દુષ્ટ = દુર્બુદ્ધિ. ઊટવ =
ઉલટો રસ્તો. ઢિગ = પાસે.
અર્થઃ– જેવી રીતે કોઈ શહેરના રહેવાસી બે પુરુષો વસ્તીની સમીપમાં રસ્તો
ભૂલી ગયા, તેમાં એક સજ્જન અને બીજો હૃદયનો દુર્જન હતો. રસ્તો ભૂલીને પાછા
ફર્યા અને કોઈ ત્રીજા મુસાફરને પોતાના નગરનો રસ્તો પૂછયો તથા તે મુસાફરે
તેમને રસ્તો સમજાવીને બતાવ્યો અને કહ્યું કે આ તમારું નગર તમારી નજીક જ છે.
ત્યાં તે બન્ને પુરુષોમાં જે સજ્જન છે તે તેની વાત સાચી માને છે અર્થાત્ પોતાનું
નગર ઓળખી લે છે અને મૂર્ખ તેને માનતો નથી; એવી રીતે જ્ઞાની શ્રીગુરુના
ઉપદેશને સત્ય માને છે પણ અજ્ઞાનીઓના સમજવામાં આવતું નથી. ભાવ એ છે કે
ઉપદેશની અસર શ્રોતાઓના પરિણામ-અનુસાર જ થાય છે.૧ ૧પ.
जैसैं काहू जंगलमैं पासकौ समै पाइ,
अपनै सुभाव महामेघ बरषतु है।
_________________________________________________________________
૧. ચોપાઈ-સુગુરુ સિખાવહિં બારહિં બારા, સૂઝ પરૈ તઉં મતિ અનુસારા.