Natak Samaysar (Gujarati). Baarma adhikaarno saar.

< Previous Page   Next Page >


Page 364 of 444
PDF/HTML Page 391 of 471

 

background image
૩૬૪ સમયસાર નાટક
અર્થઃ– સાક્ષાત્ મોક્ષનો માર્ગ બતાવનાર શ્રી અમૃતચંદ્ર મુનિરાજકૃત નાટક
‘સમયસાર ગ્રંથ’ સંપૂર્ણ થયો. પ૬.
બારમા અધિકારનો સાર
-જે સાધે તે સાધક, જેને સાધવામાં આવે તે સાધ્ય છે. મોક્ષમાર્ગમાં “મૈં
સાધ્ય સાધક મૈં અબાધક”ની નીતિથી આત્મા જ સાધ્ય છે અને આત્મા જ સાધક
છે, ભેદ એટલો જ છે કે ઊંચી અવસ્થા સાધ્ય અને નીચલી અવસ્થા સાધક છે,
તેથી કેવળજ્ઞાની અર્હંત સિદ્ધ પર્યાય સાધ્ય અને સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક સાધુ (વગેરે)
અવસ્થાઓ સાધક છે.
અનંતાનુબંધીની ચોકડી અને દર્શનમોહનીયત્રયનો અનુદય થવાથી સમ્યગ્દર્શન
થાય છે અને સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ જીવ ઉપદેશનો વાસ્તવિક પાત્ર થાય છે,
તેથી મુખ્ય ઉપદેશ તન, ધન, જન આદિ તરફથી રાગ દૂર કરવાનો અને વ્યસન
તથા વિષય-વાસનાઓથી વિરક્ત થવાનો છે. જ્યારે લૌકિક સંપત્તિ અને વિષય-
વાસનાઓથી ચિત્ત વિરક્ત થઈ જાય છે ત્યારે ઇન્દ્ર, અહમિંદ્રની સમ્પદા પણ વિરસ
અને નિસ્સાર જણાવા લાગે છે તેથી જ્ઞાનીઓ સ્વર્ગાદિની અભિલાષા કરતા નથી
કારણ કે જ્યાંસુધી (ઉપર) ચડીને ‘દેવ ઇક ઇન્દ્રી ભયા’ની ઉક્તિ અનુસાર ફરી
નીચે પડે છે તેને ઉન્નતિ જ કહેતા નથી અને જે સુખમાં દુઃખનો સમાવેશ છે તે
સુખ નથી દુઃખ જ છે, તેથી વિવેકી જીવ સ્વર્ગ અને નરક બન્નેને એક સરખા ગણે
જ છે.
આ સર્વથા અનિત્ય સંસારમાં કોઈ પણ વસ્તુ એવી નથી જેના પ્રત્યે
અનુરાગ કરવામાં આવે; કારણ કે ભોગોમાં રોગ, સંયોગમાં વિયોગ, વિદ્યામાં વિવાદ,
શુચિમાં ગ્લાનિ, જયમાં હાર પ્રાપ્ત થાય છે. ભાવએ છે કે સંસારની જેટલી સુખ
સામગ્રી છે તે દુઃખમય જ છે, તેથી સુખની સહેલી એકલી ઉદાસીનતા જાણીને તેની
જ ઉપાસના કરવી જોઈએ.